Home મધ્ય ગુજરાત અમદાવાદ રાજ્યની જીવાદોરી સમાન ‘સરદાર સરોવર’ ડેમમાં 90 ટકાથી વધુ જળ સંગ્રહ થયો

રાજ્યની જીવાદોરી સમાન ‘સરદાર સરોવર’ ડેમમાં 90 ટકાથી વધુ જળ સંગ્રહ થયો

13
0

ગુજરાતના કુલ 49 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર

(જી.એન.એસ) તા. 12

ભરૂચ,

ઉપરવાસમાં થઈ રહેલા અવિરત વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૦૦,૪૦૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૯.૯૨ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૪૬,૮૫૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૧.૯૨ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. અલગ અલગ જિલ્લાઓમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ૪૯ જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે ૧૩ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય સરદાર સરોવર સહિત રાજ્યના ૪૦ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત ૨૦ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૪૧ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.

છેલ્લા 24 કલાકમાં  સરદાર સરોવરમાં ૨,૬૭,૮૦૭ ક્યુસેક જ્યારે ઉકાઈ યોજનામાં ૬૦,૫૩૪ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૫.૩૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૫૩.૧૭ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૧.૪૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં  ૫૦.૪૮ ટકા તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૯.૬૫ ટકા પાણીનો સંગ્રહ થયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી ધોળકા ખાતે કરાઈ
Next articleTTP અને પાકિસ્તાની સેના વચ્ચે જોરદાર અથડામણ