Home ગુજરાત ઉત્તર ગુજરાત રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી સરકારના વિવિધ વિભાગોમાં ખાલી...

રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે- પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલ

46
0

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલ અગત્યના નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા તમામ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ- મંજૂર મહેકમને  સમયબદ્ધ આયોજન દ્વારા વહેલી તકે ભરવાનો નિર્ણય મુખ્યંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કર્યો છે.

મંત્રી એ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં યુવાનોને વધુમાં વધુ રોજગારી ઉપલબ્ધ થાય અને વહીવટમાં વધુ સરળતા આવે તેવા હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ભરતી બોર્ડ સાથે પરામર્શ કરીને વહેલી તકે આ તમામ મંજૂર મહેકમ ભરાય તે પ્રકારની આયોજનબધ્ધ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું મંત્રીએ ઉમેર્યું હતુ.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુજલામ સુફલામ જળઅભિયાનને માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે ફેબ્રુઆરી – ૨૦૨૩ થી જ પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય : પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલ
Next articleકંબોડિયાની હોટલમાં ભીષણ આગ લાગતા અફરાંતફરી મચી, 10 થી વધુના મોત