સીએમ ભુપેન્દ્ર પટેલ “દાદા” કહે એમ જ કરવાનું છે : દિલ્હીથી સ્પષ્ટ સુચના
(GNS),11
ગુજરાતના પનોતાપુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન પીએમ મોદીની જેમ ભૂપેન્દ્ર પટેલ માટે રાજ્યના મૃદું અને મક્કમ મુખ્યમંત્રી એ એક ટેગલાઈન બની ગઈ છે. દિવાળીના તહેવારોમાં આ ટેગલાઈન સતત ચમકી રહી છે અને ઘણાને મરચાં લાગી રહ્યાં છે. દિલ્હી હાઈકમાન્ડની સ્પષ્ટ સૂચના છે કે લોકસભા પહેલાં દાદાને હાઈલાઈટ કરો, જેને પગલે સરકારી પ્રેસનોટોમાંથી પણ ઘણા સમયથી મંત્રીઓના નામ ધીરેધીરે ઓછા થઈ રહ્યાં છે અને તમામ જશ સીધો મુખ્યમંત્રીને અપાઈ રહ્યો છે. અમિત શાહની ગુજરાતમાં બેઠક બાદ ભાજપમાં ઘણા બધા ફેરફારો આવ્યા છે. એક સમયે ભૂપેન્દ્ર પટેલનું સીએમ તરીકે નામ જાહેર થયું ત્યારે ભાજપમાંથી ઘણાને આંચકો લાગ્યો હતો પણ ભૂપેન્દ્ર પટેલે એ સાબિત કરી દીધું છે કે ભાજપે એમના નામની જાહેરાત કરીને કોઈ મોટી ભૂલ કરી નથી. રાજ્યના મૃદું અને મક્કમ મુખ્યમંત્રી હાલમાં ભાજપનો સૌથી મોટો ચહેરો છે. દિલ્હી હાઈકમાન્ડ એમને સતત પ્રમોટ કરી રહ્યું છે.
છેલ્લા ઘણા સમયથી સરકાર સામે કોઈ પણ પ્રકારની નેગેટિવીટી ના ફેલાય એ માટે સીએમઓ સતત પ્રયાસમાં રહે છે. નો નેગેટિવ ન્યૂઝ માટે સતત ફોલોઅપ થઈ રહ્યું છે. સરકારી તંત્ર અને ભાજપ સંગઠન સતત ભૂપેન્દ્ર પટેલની નેટ એન્ડ ક્લિન ઈમેજને ચમકાવવા લાગ્યું છે. હવે સરકારી કાર્યક્રમોની પ્રેસનોટો હોય કે મંત્રીઓના નિવેદનો હમણાંથી પહેલું નામ ભૂપેન્દ્ર પટેલનું લેવાઈ રહયું છે. દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલના ધક્કા વધી રહ્યાં છે. એ ભૂપેન્દ્ર પટેલનું વધતું કદ દેખાડી રહ્યું છે. આ સ્થિતિમાં રાજ્યમાં એક સુપર સીએમ બનતા નેતાને ઔકાતમાં રહેવા જણાવી દેવાયું છે. એવું કહેવાય છે કે આ સુપર સીએમની ભૂપેન્દ્ર પટેલે હાઈકમાન સુધી ફરિયાદ કરી હતી. આખરે એમની પાંખો કાપી દેવાઈ છે. એમના વિભાગની સરકારી પ્રેસનોટોમાં પણ એમના નામને બદલે ભૂપેન્દ્ર પટેલનું નામ આગળ કરાઈ રહ્યું છે.
દિલ્હીમાં બેઠકો અને ગુજરાતમાં અમિત શાહની બેઠકો બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્ય ચહેરો બનાવી એમની સાફ છબીને ધ્યાને રાખીને લોકસભામાં ભાજપ આગળ વધશે. લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદી અને અમિત શાહ ઉત્તર પૂર્વ અને દક્ષિણનો દરવાજો સંભાળશે. ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે સૌથી વધુ લીડથી જીત્યા બાદ 12 સપ્ટેમ્બર 2021 એ ભાજપના ધારાસભ્ય દળના નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ ત્યારે રાજકીય પંડિતો સાથે તમામ લોકોને આશ્ચર્ય થયું હતું. ભાજપ જેવા શિસ્ત બદ્ધ પક્ષમાં અચાનક આખી સરકાર બદલવાનું નક્કી થયું અને 12 સપ્ટેમ્બર 2021 એ કેન્દ્રિય નિરીક્ષકોની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ હતી.
મુખ્યમંત્રી તરીકેના આ એક વર્ષના શાસન દરમિયાન સીધા અને સરળ વ્યક્તિત્વવાળા ભૂપેન્દ્ર પટેલની છબીમાં ઘણો મોટો બદલાવ આવ્યો છે. શરૂઆતમાં પક્ષના ઘણા આગેવાનો અને સરકારી અધિકારીઓને તેમની કાર્યક્ષમતા પર સવાલો હતા, પરંતુ તેમણે ધીમી અને મક્કમ ગતિએ સરકારના એક પછી એક નિર્ણયો લઈને તેમના ટીકાકારોને જવાબ આપ્યો. તેમની છબીમાં પણ ઘણો મોટો બદલાવ જોવા મળ્યો છે. એક સમયે એક ધારાસભ્ય તરીકે ભૂપેન્દ્ર પટેલને બહુ ઓછા લોકો જાણતા હતા પણ આજે ગુજરાત ભાજપનો એ મુખ્ય ચહેરો છે. શરૂઆતના તબક્કામાં સરકાર સંગઠનના ઈશારે ચાલતી હતી અને મોટાભાગના નિર્ણયો કમલમ અને પાર્ટીલના બંગલેથી લેવાતા હતા. એમાં મોટો ફેરફાર આવ્યો છે. હવે નિર્ણયો કેબિનેટ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લઈ રહી છે.
મુખ્યમંત્રીએ એ સાબિત કરી બતાવ્યું છે કે તેઓ કોઈના પણ ઈશારે કામ કરશે નહીં. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ ઘણા IAS કે IPS એમની વાતને સહજતાથી લેતા હતા કારણ કે એકદમ શાંત સ્વભાવના દાદા પણ આ બાબતને ગંભીરતાથી લેવાનું ટાળતા હતા પણ હવે સ્થિતિઓ બદલાઈ ગઈ છે. દાદા ભલે સામે કંઈ નથી કહેતા પણ કદ પ્રમાણે કેમ વેતરવા એ એમને ફાવી ગયું છે. ભલે એ હસતા હસતા કહે છે પણ હવે અધિકારીઓ એમને સીરિયસલી લેવા લાગ્યા છે. દાદા પોતે પણ હવે હસતા હસતા અધિકારીઓને સ્પષ્ટ સંદેશો આપી દે છે અને અધિકારીઓ સમજી પણ જાય છે કે એ શું કહેવા માગે છે. આમ હવે સરકારમાં પણ એમનો પડતો બોલ ઝિલાઈ રહ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.