Home ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી પદે મુળુભાઇ બેરાની શપથવિધિથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આનંદ ઉત્સાહ...

રાજ્યના પ્રવાસન મંત્રી પદે મુળુભાઇ બેરાની શપથવિધિથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આનંદ ઉત્સાહ છવાયો

29
0

ગુજરાત વિધાનસભા મંત્રીમંડળમાં રાજ્યના પ્રવાસન મંત્રી પદે મુળુભાઇ બેરાની શપથવિધિથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આનંદ ઉત્સાહ છવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ તથા હાલારના રત્ન એવા પરિમલભાઈ નથવાણી દ્વારકાના વિકાસ માટે પ્રવાસનને વિકાસ લક્ષી યોજનાઓ હાથ ધરી છે. દેવભૂમિના વતની મુળુભાઈને પ્રવાસનનો હવાલો મળતા પ્રવાસન ક્ષેત્રના વિકાસને વધુ વેગ મળશે.

સમગ્ર હાલારનો વિસ્તાર એ ભારતના પશ્ચિમ કિનારાનો અંતિમ વિસ્તાર ગણાય છે. જ્યાં પ્રવાસન અને ધાર્મિક ક્ષેત્રે વિકાસની મહત્ત્વ તકો છે. હાલારમાં શનિદેવ મહારાજનું જન્મ સ્થળ હાથલા ગામે આવેલું છે. ત્યાં પણ હાલ વિકાસ કાર્યો ચાલી રહ્યાં છે.

આ ઉપરાંત ભાણવડના બરડા ડુંગર ગોપેશ્વર મંદિર, જામનગરના પક્ષી અભયારણ્ય, દ્વારકાના શિવરાજપુર બીચ, બેટ દ્વારકા, નાગેશ્વર અને ખાસ કરીને જેની સમગ્ર વિશ્વમાં ધર્મની ધજા ફરકે છે તેવા ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના પ્રવાસન ક્ષેત્રે મુળુભાઈના નેજા હેઠળ વિશેષ વિકાસ કાર્યો થશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field