(GNS),04
કંગના રણોત અને રાઘવ લોરેન્સની ફિલ્મ ચંદ્રમુખી 2નું ટ્રેલર રવિવારે ચેન્નઈ ખાતે રિલીઝ થયુ હતું. કંગનાએ આ ફિલ્મમાં વેટ્ટિયન રાજાના દરબારની નર્તકીનો રોલ કર્યો છે, જે પોતાના નૃત્ય અને સુંદરતા માટે જાણીતી છે. ચંદ્રમુખી 2ના ટ્રેલરની શરૂઆતમાં મોટો સંયુક્ત પરિવાર જોવા મળે છે, જે જૂની હવેલીમાં સમસ્યા ઉકેલવા માગે છે. આ સમગ્ર પરિવારને હવેલીના દક્ષિણ હિસ્સામાં જવાની મનાઈ છે કારણ કે હવેલીના આ ભાગમાં ચંદ્રમુખીનો નિવાસ હોવાનું મનાય છે. 17 વર્ષ બાદ ચંદ્રમુખીની સ્ટોરીમાં ટ્વિસ્ટ લઈને કંગના આવી રહી છે. 200 વર્ષ અગાઉ રાજાના દરબારની નર્તકી અને આજના સંયુક્ત પરિવારની ચંદ્રમુખી વચ્ચેનું કનેક્શન જ આ ફિલ્મની થીમ છે. કંગનાએ આ ફિલ્મમાં હાલના સમયની યુવતી અને 200 વર્ષ અગાઉની નર્તકી એમ બંને રોલ કર્યા છે.
કંગનાએ પીળા-ભૂરા રંગની સાડી સાથે ચેન્નઈ ખાતે ઈવેન્ટમાં હાજરી આપી હતી. તેણે સાઉથ ઈન્ડિય સ્ટાઈલથી વાળમાં ગજરો પણ નાખ્યો હતો. રજનીકાંત અને જ્યોતિકાને લીડ રોલમાં રજૂ કરતી તમિલ હોરર કોમેડી ચંદ્રમુખીની આ સીક્વલ છે, જેને 15 સપ્ટેમ્બરે ગણેશચતુર્થીના દિવસે રિલીઝ કરવામાં આવશે. ચંદ્રમુખીને તમિલ, તેલુગુ, હિન્દી મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે. પાછલા મહિને ચેન્નઈમાં ફિલ્મના ઓડિયો લોન્ચનું આયોજન થયું હતું. ઓસ્કાર વિજેતા એમ.એમ. કિરવાનીએ ફિલ્મમાં મ્યૂઝિક આપ્યું છે. તેમનું માનવું છે કે, ચંદ્રમુખના રોલાં કંગનાનો અંદાજ દરેકના હોશ ઉડાવી દેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.