(GNS NEWS)
રાજસ્થાન આ દિવસોમાં એક હાઇપ્રોફાઈલ વેડિંગ ડેસ્ટિનેશન બની ગયું છે. જેસલમેરમાં છેલ્લા બે દિવસથી સિદ્ધાર્થ અને કિઆરાના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. ગઈકાલે બન્નેએ ફેરા પણ ફરી લીધાં છે. રાજસ્થાન વધુ એક હાઇપ્રોફાઈલ વેડિંગ યોજાવા જઈ રહ્યું છે. નાગૌર જિલ્લાના ખિંવસર કિલ્લામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રીના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ કિલ્લો 7 ફેબ્રુઆરી એટલે કે ગઈકાલથી ત્રણ દિવસ માટે બુક કરવામાં આવ્યો છે.સ્મૃતિ-ઝુબીન ઈરાનીની પુત્રી શેનેલ અને કેનેડિયન મૂળના NRI અર્જુન ભલ્લા 9 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરશે. આ કારણે મંગળવારે સવારે શેનેલના પિતા જોધપુર એરપોર્ટ પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ પહેલા ગઈકાલે જ પહોંચવાના હતા, પરંતુ તેની બદલે હવે આજે તેઓ બપોરે ખીંવસર કિલ્લામાં પહોંચ્યા છે.ત્રણ દિવસ માટે કિલ્લાનું બુકિંગ, આજથી ફંક્શન શરૂ થશેખિંવસર કિલ્લા ખાતે લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. આ કિલ્લો 3 દિવસ માટે બુક કરવામાં આવ્યો છે. આજે સ્મૃતિ ઈરાની પણ જોધપુર એરપોર્ટ પહોંચીને ત્યાંથી રોડ માર્ગે આ કિલ્લામાં પહોંચી ગયા છે. ત્યારે આજે જ મહેંદી અને હલ્દી વિધિ થશે. ત્યાં મ્યુઝિકલ નાઈટનો કાર્યક્રમ પણ યોજાશે. 9 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે પરંપરાગત રીતિ-રિવાજ સાથે લગ્ન થશે.શેનેલ અને અર્જુનની સગાઈ 2021માં થઈ હતી. ત્યાર પછી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ખુદ અર્જુન ભલ્લાનું તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને તેના પરિવારમાં સ્વાગત કર્યું હતું. પછી તેમણે મજાકમાં કહ્યું હતું કે હવે ‘તારે સસરા તરીકે ક્રેઝી મેનનો સામનો કરવો પડશે અને મારે સાસુ તરીકે તેનો સામનો કરવો પડશે.’તમને જણાવી દઈએ કે અર્જુન ભલ્લા કેનેડામાં રહે છે અને NRI છે. તે લીગલ એક્સપર્ટ છે અને ઘણી મોટી કેનેડિયન કંપનીઓમાં લીગલ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. શેનેલ લૉ ગ્રેજ્યુએટ અને વ્યાવસાયિક રીતે વકીલ પણ છે.મર્યાદિત મહેમાનો સામેલ થશે, તૈયારીઓ શરૂ આ હાઈપ્રોફાઈલ લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. 50 મહેમાનની યાદી પણ હોટલ પહોંચી ગઈ છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ લગ્નમાં બન્ને પરિવારના સભ્યો જ હાજર રહેશે. આ લગ્નમાં કોઈ VIP હાજરી આપશે નહીં. અહીં કિલ્લાને અલગ-અલગ થીમ પર સજાવવામાં આવ્યો છે.ખિંવસર કિલ્લો 500 વર્ષથી વધુ જૂનો છે અને એ એતેના ઇન્ટીરિયર માટે જાણીતો છે. ખિંવસર કિલ્લો હવે મોટા ભાગે હોટલમાં ફેરવાઈ ગયો છે. તેની સાથે સેન્ડ ડ્યુન્સ પણ પ્રવાસીઓને આકર્ષે છે. ખિંવસરમાં ઘણાં મોટાં લગ્નો પણ થયાં છે.આ હોટલ પૂર્વ કેબિનેટ મંત્રી ગજેન્દ્ર સિંહ ખિંવસરની છે. ઈરાની અને ખિંવસર પરિવાર વચ્ચે ઘણી નિકટતા છે. ઈરાની પરિવાર આ પહેલાં પણ ઘણી વખત અહીં આવી ચૂક્યો છે.
(GNS NEWS)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.