(GNS),21
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માટે બીજેપીની બીજી યાદીની સાથે કૉંગ્રેસે પણ તેના પ્રથમ ઉમેદવારોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં કુલ 33 નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને સરદારપુરાથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ સચિન પાયલટ ફરી ટોંકથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. લક્ષ્મણગઢથી પ્રદેશ પ્રમુખ ગોવિંદ સિંહ દોટાસરાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય સીપી જોશીને નાથદ્વારાથી ટિકિટ મળી છે..
આ વખતે કૉંગ્રેસે નોહરથી અમિત ચૌહાણ, કોલાયતથી ભંવર સિંહ ભોટી, સાદલપુરથી ક્રિષ્ના પુનિયા, સુજાનગઢથી મનોજ મેઘવાલ, માંડવાથી રીટા ચૌધરી, વિરાટનગરથી ઇન્દ્રરાજ સિંહ ગુર્જર, માલવિય નગરથી અર્ચના શર્મા, સાંગનેરથી પુષ્પેન્દ્ર ભારદ્વાજ, મંડાવરથી લલિત કુમાર યાદવ, અલવરથી ટીકારામ જુલી , સિકરાઈથી મમતા ભૂપેશને ટિકિટ આપવામાં આવી છે..
આ ઉપરાંત સવાઈ માધોપુરથી દાનિશ અબરાર, લડનુનથી મુકેશ ભાકર, ડીડવાનાથી ચેતન સિંહ ચૌધરી, જયાલથી મંજુ દેવી, દેગાનાથી વિજયપાલ મિર્ધા, પરબતસારથી રામનિવાસ ગાવરિયા, ઓસિયાથી દિવ્યા મદેરણા, જોધપુરથી મનીષ પંવાર, લૂનીથી મહેંદ્ર વિશ્નોઈ, બાયતુથી હરિષ ચૌધરી, વલ્લભનગરથી પ્રીતિ ગજેન્દ્ર સિંહ શેખાવત, ડુંગરપુરથી ગણેશ ગોઘરા, બાગીડોરાથી મહેન્દ્ર જીત સિંહ માલવિયા, કુશલગઢથી રામલીલા ખાડિયા, પ્રતાગઢથી રામલાલ મીણા, ભીમથી સુદર્શન સિંહ રાવત,મંડલગઢથી વિવેક ધાકડ અને હિંડોલીમાંથી અશોક ચાંદનાને ટિકિટ મળી છે..
બહુજન સમાજ પાર્ટીએ પણ આજે રાજસ્થાનમાં પોતાના 10 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. માયાવતીની પાર્ટીએ અજમેર, ભરતપુર, કાંમા, મહુવા, ટોડાભીમ, સપોટરા, ગંગાપુર, નીમકથાના, હિંડોન અને બાંદિકૂઈથી ટિકિટ આપી છે. 2020માં સચિન પાયલટ સાથે બળવો કરનારા ઘણા ધારાસભ્યોને કૉંગ્રેસની પ્રથમ યાદીમાં ટિકિટ મળી છે. વિરાટનગર બેઠક પરથી ઈન્દ્રરાજ ગુર્જરને ફરી ટિકિટ મળી છે. એ જ રીતે મુકેશ ભાકર લાડનુ બેઠક પરથી ફરી ટિકિટ મેળવવામાં સફળ રહ્યા છે. વલ્લભનગરના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ શક્તિવતની ટિકિટ કાપવામાં આવી છે, પરંતુ તેમના સ્થાને તેમની પત્ની પ્રીતિને ટિકિટ આપવામાં આવી છે. એ જ રીતે પરબતસરના ધારાસભ્ય રામનિવાસ ગાવડિયાને પણ ફરી ટિકિટ મળી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.