Home દેશ - NATIONAL રાજસ્થાનમાં સિરિયલ બ્લાસ્ટને અંજામ આપવાવાળા 3 આતંકવાદીઓ ઝડપાયા

રાજસ્થાનમાં સિરિયલ બ્લાસ્ટને અંજામ આપવાવાળા 3 આતંકવાદીઓ ઝડપાયા

66
0

(જી.એન.એસ),તા.૩૧
રતલામ
RDXનો ઉપયોગતો આ પહેલા RDXનો ઉપયોગ મુંબઈમાં થયેલા બ્લાસ્ટમાં પણ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટક કેટલો ખતરનાક છે તેનો અંદાજ પુલવામાં બ્લાસ્ટની ઝપેટમાં ઈવેલા વિસ્તારોને જોઈને લગાવી શકાય છે. પુલવામાં બ્લાસ્ટમાં 60kg RDXનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જયપુરને સિરિયલ બોમ્બ વિસ્ફોટોથી હચમચાવી નાખવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. રાજસ્થાન પોલીસે બુધવારે ચિત્તોડગઢના નિમ્બાહેડામાં મધ્યપ્રદેશના સુફા સંગઠનના 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની કારમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી, ટાઈમર અને 12 કિલો RDX મળી આવ્યું છે. આરોપીઓ નિમ્બાહેડામાં બોમ્બ બનાવીને અન્ય ગેંગને આપવાના હતા, જેથી તેઓ જયપુરમાં 3 જગ્યાએ સિરિયલ બ્લાસ્ટ કરી શકે. ષડયંત્રને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેમને પકડી લીધા હતા. રાજદ્રોહના કેસમાં કુખ્યાત સુફા સંગઠન 2012-13માં મધ્યપ્રદેશના રતલામમાં સક્રિય થયું હતું. ઘણા વર્ષો સુધી શાંત રહ્યા બાદ આ આતંકવાદી સંગઠન ફરી આતંકી ઘટનાને એંજામ આપવાની ફિરાકમાં છે. સુફા એ કટ્ટરપંથી વિચારધારા ધરાવતા 40-45 યુવાનોનું ઈસ્લામિક સંગઠન છે. તે આતંકવાદીઓના સ્લીપર સેલની જેમ કામ કરે છે. આ સંસ્થા સમાજમાં કટ્ટરપંથી વિચાર અને પ્રથાઓની તરફેણ કરે છે. તેણે મુસ્લિમ સમાજના લગ્નો અને અન્ય કાર્યક્રમોને હિંદુ રીતિ-રિવાજો તરીકે ગણાવીને વિરોધ કર્યો હતો. આતંકવાદીઓની પૂછપરછ કરવા માટે ઉદયપુર અને જયપુર ATSની ટીમ બુધવારે મોડી સાંજે નિમ્બાહેડા પહોંચી હતી. મધ્યપ્રદેશની ATS પણ તેમની પૂછપરછ કરવા પહોંચી રહી છે. ઉદયપુર આઈજી હિંગલાજ દાને જણાવ્યું કે આરોપીઓના નામ ઝુબેર, અલ્તમસ અને સરફુદ્દીન ઉર્ફે સૈફુલ્લાહ છે. તેઓ રતલામથી ભાગી ગયા હતા અને નિમ્બાહેડા નજીક રાણીખેડામાં રહેતા હતા. રાજસ્થાનમાં પકડાયેલા આરોપીઓની સૂચના પર રતલામમાંથી પણ બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.​​​​​​​

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field