(G.N.S) dt. 5
અમદાવાદ
તાજેતરમાં રાજસ્થાન રાજ્યમાં ચૂંટણી યોજાનાર હોઈ, રાજસ્થાન રાજ્યના ગુન્હાઓના આરોપીઓ કે જે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ ખાતે રહેતા હોય, તેવા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની એક ખાસ ઝુંબેશ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા રાખવામાં આવેલ હોઈ, અમદાવાદ શહેરના સેક્ટર 02, સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝા, ઝોન 06 નાં નાયબ પોલીસ કમિશ્નર શ્રી રવિ મોહન સૈની દ્વારા તમામ થાણા અમલદારોને રાજસ્થાન રાજ્યના નાસતા ફરતા આરોપીઓના લીસ્ટ મોકલી, પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ….
રાજસ્થાન રાજ્યના શિવગંજ પોલીસ સ્ટેશન ખાતે સને 2001 ની સાલમાં રાજસ્થાન ગૌ વંશ અધીયમ હેઠળ ગુન્હો નોંધાયેલ હતો. આ ગુન્હામાં અમદાવાદ શહેરના વટવા ખાતે રહેતા આરોપી મોહમદ યાકુબ મોહમદ અયુબ શેખનું નામ ખુલેલ હતું. જેને આ ગુન્હામાં અટક પણ કરવામાં આવેલ હતો. પરંતુ, ત્યારબાદ રાજસ્થાન કોર્ટ દ્વારા નોન બેલેબલ વોરંટ કાઢવામાં આવેલ હોવા છતાં, જ્યારથી રાજસ્થાનના ગુન્હામાં આરોપી મોહમદ યાકુબ શેખનું નોન બેલેબલ વોરંટ કાઢવામાં આવ્યું, ત્યાંરથી તે પોતાના રહેણાક મકાનના સરનામા ફેરવતો રહેતો અને પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો અને રાજસ્થાન પોલીસ દ્વારા જ્યારે જ્યારે તપાસ કરવામાં આવતી, ત્યારે મળી આવતો ના હતો. આમ, રાજસ્થાન રાજ્યના શિવગંજ પોલીસ સ્ટેશન ખાતે સને 2001 ની સાલમાં દાખલ થયેલ આ ગુન્હામાં અમદાવાદ શહરના વટવા ખાતે રહેતા આરોપી મોહમદ યાકુબ મોહમદ અયુબ શેખ 23 વર્ષથી નોન બેલેબલ વોરંટ ના કામે વોન્ટેડ નાસતો ફરતો હતો….
અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.પી.ગઢવી, ડી સ્ટાફના પીએસઆઈ પી.જી.ચાવડા, હે.કો. કિશનભાઈ, પો.કો. દશરથભાઈ, ભરતભાઈ, સહિતના સ્ટફા દ્વારા મળેલ બાતમીના આધારે રાજસ્થાન રાજ્યના શીવગંજ પોલીસ સ્ટેશનના છેલ્લા 23 વર્ષથી નોન બેલેબલ વોરંટ ના કામે નાસતા ફરતા વોન્ટેડ ગૌ વંશ અધિનિયમના ગુન્હાના આરોપી મહમદ યાકુબ મહમદ અયુબ શેખ રહે. સરતાજ નગર, કેનાલ રોડ, વટવા, અમદાવાદ હાલ રહે. ગલી ન. 17, સોનીનું ખેતર, ઈસનપુર, અમદાવાદ શહેરને ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી મહમદ યાકુબ શેખની પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોતાનું આ ગુન્હામાં નોન બેલેબલ વોરંટ નીકળ્યું પછી, પોતે ઘર બદલાવી, અલગ અલગ જગ્યાએ રહેતો હતો અને જ્યારે રાજસ્થાન પોલીસ તપાસમાં આવે ત્યારે આઘોપાછો થઈ જતો અને પોતાના કુટુંબના સભ્યોને રાજસ્થાન પોલીસ દ્વારા જ્યારે જ્યારે પૂછપરછ કરવામાં આવતી ત્યારે પોતે ગુન્હો દાખલ થયા બાદ ક્યાંક જતો રહેલો હોય, ઘરે આવતો નથી, તેવા જવાબ આપવામાં આવતા હોવાની કબૂલાત કરવામાં આવેલ છે ….
રાજસ્થાન રાજ્યના શીવગંજ પોલીસ સ્ટેશનના છેલ્લા 23 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ ગૌ વંશ અધિનિયમના ગુન્હાના નોન બેલેબલ વોરંટ ના કામે આરોપી મહમદ યાકુબ મહમદ અયુબ શેખ પકડાયા બાબતની જાણ રાજસ્થાન પોલીસને કરવામાં આવતા, રાજસ્થાન પોલીસ દ્વારા આરોપી મહમદ યાકુબ શેખનો કબ્જો મેળવવા તજવીજ હાથ ધરેલ છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા છેલ્લા 23 વર્ષથી નોન બેલેબલ વોરંટ ના કામે વોન્ટેડ આરોપીને પકડી, ધરપકડ કરવામાં આવતા, રાજસ્થાન પોલીસ દ્વારા પણ હાશકારો અનુભવેલ છે…
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.