(જી.એન.એસ) તા.૧૬
રાજકોટ,
કુવાડવા રોડ પર ડીમાર્ટ નજીકથી ગઈકાલે રાત્રે એસઓજીએ ૧૮.૧૪ લાખનાં હેરોઈનનાં જથ્થા સાથે ફેજલ યુસુફ ચૌહાણ અને રાજમલ રકમા ચણા ને ઝડપી લીધા હતાં. બી.ડિવિઝન પોલીસ હવે આગળની તપાસ કરશે. એસઓજીનાં જમાદાર ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ ને યોગેન્દ્રસિંહ ગોહિલને આ અંગે બાતમી મળી હતી. જેનાં આધારે કુવાડવા રોડ પર ડી-માર્ટ નજીક વોચ ગોઠવી અને આરોપીઓને ૩૬૨.૯૫ ગ્રામ હેરોઈનનાં જથ્થા સાથે ઝડપી લીધા હતાં. તપાસમાં એવું ખુલ્યું હતું કે, રાજમલ રામા ભાનનાં પ્રતાપગઢ જીલ્લાનાં બોરીગામે રહે છે. તે લીમડીમાં બોરવેલનું વાહન ચલાવે છે. તેની સાથે સાઈડમાં ડ્રગ્સમાં કેરિયર તરીકે કામ કરતો હતો. પ્રતાપગઢ જીલ્લામાં રહેતાં સપ્લાયરે તેને કુલ ૩૬૨.૯૫ ગ્રામ હેરોઈન આપી તે રાજકોટનાં બે શખ્સોને સપ્લાય કરી આવવા મોકલ્યો હતો. જેથી રાજમલ ગઈકાલે રાત્રે બસમાં ગ્રીન લેન્ડ ચોકડીએ આવી પહોંચ્યો હતો. ત્યારબાદ તેનો ફેજલ સાથે સંપર્ક થતાં બંને હેરોઈનની ડિલેવરી માટે કુવાડવા રોડ પર ભેગા થયા હતાં. રાજમલે પોતાની પાસે રહેલા જથ્થામાંથી ૧૫૦ ગ્રામ હેરોઈન ફેઝલને આપ્યું હતું. તે સાથે જ વોચમાં ગોઠવાયેલ એસઓજીની ટીમે બંનેને રંગેહાથ ઝડપી લીધા હતાં. એસઓજીએ હેરોઈનની કિંમત રૂા ૧૮.૧૪ લાખ ગણી હતી. ૩ મોબાઈલ ફોન અને રોકડા રૂા ૪ હજાર ગણી કુલ રૂા ૧૮.૨૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે, રાજમલ બાકીનું હેરોઈન પણ બીજા શખ્સને સપ્લાય કરવાનો હતો. જેનું નામ જાણળા હાલ પ્રયાસો કરાય રહ્યાં છે. તે શખ્સને પણ ટૂંક સમયમાં પકડી લેવાશે. ફેઝલને ચિકન શોપ છે. તેની સાથે તે હેઓઈનનો પણ વેપલો કરતો હતો. તે છેલ્લા કેટલા સમયથી ડ્રગ્સ વેંચે છે, તેની પણ તપાસ હાલ કરવામાં આવી રહી છે. તેની પ્રાથમિક પુછપરછમાં પડીકી બનાવી હેરોઈન વેંચતો હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં તેનાં મોટાભાઈનાં ગ્રાહકો નેપાળી અને બંગાળી છે, શહેરમાં હેરોઈનનો આટલો જંગી જથ્થો પહેલી વખત પકડાયાનું પણ એસઓજીનું કહેવું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.