Home મધ્ય ગુજરાત અમદાવાદ રાજસ્થાનના 200 જેટલા બેરોજગારો કોંગ્રેસ કાર્યાલય બહાર અશોક ગેહલોતનો કર્યો વિરોધ

રાજસ્થાનના 200 જેટલા બેરોજગારો કોંગ્રેસ કાર્યાલય બહાર અશોક ગેહલોતનો કર્યો વિરોધ

35
0

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ અનેક પ્રકારના કાવાદાવા જોવા મળી રહ્યાં છે. એક તરફ કોંગ્રેસ દ્વારા ગુજરાતમા વચનોની લ્હાણી કરવામાં આવી છે. બીજી બાજુ રાજસ્થાનના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી ગુજરાતના નિરિક્ષક અને પ્રભારી છે. તેઓ ગુજરાતમાં આવીને ચૂંટણી ટાણે જ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો રજુ કરી રહ્યાં છે. આ સમયે રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકાર હોવા છતાં રોજગારી નહીં મળતી હોવાના આક્ષેપ સાથે રાજસ્થાનના બેરોજગારો પદયાત્રા કરીને અમદાવાદ આવ્યા છે.

તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતનો વિરોધ કર્યો હતો.પોલીસે તમામ વિરોધ કરનાર લોકોની અટકાયત કરી છે. ગુજરાતમાં હાલમાં ચૂંટણીનો માહોલ પુરબહારથી જામ્યો છે. બીજી તરફ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના નિરિક્ષક છે. તે ઉપરાંત રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડો. રઘુ શર્મા પણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે. ત્યારે આ બંને નેતાઓ ગુજરાતમાં ચૂંટણી ટાણે જનતાને ચૂંટણીના વચનો આપી રહ્યાં છે.

તેમણે રોજગારી આપવાની પણ વાત કરી છે. ત્યારે રાજસ્થાનના 200થી વધુ બેરોજગારો પદયાત્રા કરીને અમદાવાદ આવ્યા છે. તેમણે કોંગ્રેસના કાર્યાલયની બહાર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા ગુજરાતની ચૂંટણીને લઈને પ્રચારમાં રોજગારી આપવાનું વચન ગુજરાતની જનતાને આપવામાં આવ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ગુજરાતના યુવાનોને રોજગારી આપવાનું જણાવ્યું છે. પરંતુ કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં જ બેરોજગાર યુવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રસની ઓફીસ બહાર આવ્યા હતા.

રાજસ્થાનથી આ બેરોજગાર લોકોએ યાત્રા કાઢી હતી. આ યાત્રા આજે અમદાવાદના પાલડી ખાતેના કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી હતી. કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરીને લોકોએ અશોક ગેહલોતનો વિરોધ કર્યો હતો. અશોક ગેહલોત વિરુદ્ધમાં સુત્રોચાર પણ કર્યા હતા.પોલીસ પરમિશન ના હોવાથી તમામ લોકોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસની સરકાર બનશે તો 2004 બાદ રિટાયર્ડ થયેલા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના મુજબ પેન્શન આપવામાં આવશે. રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ગરીબ નાગરિકો માટે રસોડું શરૂ કરવામાં આવશે.

જેમાં ગરીબોને 8-8 રૂપિયામાં બંને ટાઈમ જમવાનું આપવામાં આવશે. શહેરી વિસ્તારમાં 365 દિવસમાંથી 100 દિવસ રોજગારી પણ આપવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે ગુજરાત આવ્યા હતા. રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક વચનો આપ્યા હતા.

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો 8 વચનો આપ્યા છે, તે પુરા કરવામાં આવશે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વધુ 3 વચનો આપવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા વધુ 3 વચનોની જાહેરાત કરવામાં આવી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅરવલ્લીમાં કેન્દ્રીય ડિફેન્સ અને ટુરિઝમ મંત્રી અજય ભટ્ટે માલપુરના તખતપુર ખાતે નવા મતદાતાઓને સંબોધ્યા
Next articleમોગરની કંપનીમાંથી પૂર્વ મેનેજરે ચોરી કરાવી, માલિક દશેરા નિમિત્તે આવ્યા ને ભાંડો ફુટ્યો