Home દેશ રાજસ્થાનના ભીલવાડ તાત્કાલિક ધોરણે ઇન્ટરનેટ સેવા બંધ કરી

રાજસ્થાનના ભીલવાડ તાત્કાલિક ધોરણે ઇન્ટરનેટ સેવા બંધ કરી

41
0

(જી.એન.એસ),તા.૦૫
ભીલવાડ
પહેલાં જોધપુરમાં સ્થિતિ વણસી હતી. ઇદના દિવસે રાજસ્થાનના જોધપુરમાં સાંપ્રદાયિક હિંસાના લીધે માહોલ ખરાબ થઇ ગયો હતો. હિંસાને રોકવા માટે 6 મે સુધી કર્ફ્યૂં લગાવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ ઇન્ટરનેટ સેવા ઠપ્પ કરી દેવામાં આવે છે. જોકે બે સમુદાયો વચ્ચે ઝાલોરી ગેટ ચોકના બાલમુકંદ બિસ્સા સર્કલ પર લાગેલા ભગવા ધ્વજને ઉતારીને તેની જગ્યાએ ઇસ્લામી પ્રતિકવાળા ધ્વજને ફરકાવવાથી શરૂ થઇ હતી. આ ઘટના બાદ બંને સમુદાયોમાં પથ્થરમારો થયો હતો.આ હિંસામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હવે પોલીસે આ કેસમાં 141 લોકોની ધરપકડ કરી છે. આ પહેલાં રાજસ્થાનના કરૌલીમાં રામનવીની શોભાયાત્રા કાધતી વખતે જોરદાર હિંસા થઇ હતી. રાજસ્થાનના ભીલવાડ જીલ્લામાં બે યુવકો પર હુમલા બાદ તણાવભરી સ્થિતિ સર્જાઇ છે. વણસતી જતી સ્થિતિને જોતાં ભીલવાડમાં તાત્કાલિક ધોરણે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ પોલીસ શાંતિ જાળવી રાખવા માટે અપીલ સાથે ફ્લેગ માર્ચ પણ કર્યું છે. જોકે સાંગાનેર વિસ્તારમાં બુધવારે રાતે બે યુવકો પર હુમલાથી તણાવ સર્જાયો હતો. હુમલાવરોએ મારઝૂડ સાથે જ યુવકોની બાઇક સળગાવી દીધી હતી. જેના લીધે સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની ગઇ હતી. તો બીજી તરફ ઇજાગ્રસ્ત યુવકોને સાવરવાર માટે શહેરના એમજી હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા છે. આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતા સ્થિતિ તણાવપૂર્ણ હોવાછતાં કાબૂમાં છે. હવે જિલ્લા પોલીસ શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા આરોપીઓને ઓળખવાની કાર્યવાહી કરી રહી છે. આ સાથે જ પોલીસ વહિવટી તંત્રએ લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે. ભીલવાડા એસપી સિટી આદર્શ સિદ્ધૂએ કહ્યું કે ‘સાંગાનેર કર્બલા રોડ પર બેઠેલા બે યુવકો આઝાદ અને સદ્દામ પર કેટલાક લોકોએ હુમલો કરી તેમની બાઇકને સળગાવી દીધી હતી. ત્યારબાદ સમાચાર મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી સ્થિતિ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. ભીલવાડના ઉપનગર સાંગાનેર અતિસંવેદનશીલ વિસ્તારોમાં ગણવામાં આવે છે અને એવામાં મામલો વધુ સંવેદનશીલ ગણવામાં આવી રહ્યો છે જ્યારે પ્રદેશમાં કરૌલી, અલવર અને હવે જોધપુરમાં સાંપ્રદાયિક સૌહાર્દ પર અસર પડી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરણબીર સિંહની “જયેશભાઇ જોરદાર” ફિલ્મનો એક સીનને લઇ વિવાદ સર્જાયો
Next articleકાળજાળ ગરમીએ દેશમાં 122 વર્ષનો રેકોર્ડ તોડી દીધો