(જી.એન.એસ) તા. 13
રાજપીપળા,
એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, દેશમાં રમાઈ રહેલી ઇન્ડીયન પ્રીમીયર લીગ 2025ની મેચ પર રાજપીપળામાં સટ્ટો રમી રહ્યા છે.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નર્મદા એ.એસ.આઇ.કિરણભાઇ રતીલાલ એલ.સી.બી..નર્મદા નાઓ એ આપેલ ફરિયાદ મુજબ રાજપીપળા માં આવેલ સુર્ય પ્લાઝા કોમ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ખુલ્લી જગ્યામાં(1) લખન સુર્યકુમાર પંડ્યા , રહે.દરબાર રોડ, રાજપીપલા તથા (2) અનુરાગ સાધશરણ પંચોલી રહે.દોલતબજાર, રાજપીપલા નાઓએ પોતાના આર્થિક ફાયદા સારૂ પોતાના મોબાઇલ ફોનમાં હાલમાં ચાલી રહેલ ઇન્ડીયન પ્રીમીયર લીગ 2025ની ક્રિકેટ મેચ સીરીઝમાં લખનઉ સુપર જાયન્ટસ V/S ગુજરાત ટાઇટન્સની ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટીંગનો જુગાર રમી રમાડતા બંનેની અંગ ઝડતીના રોકડા રૂપિયા 25,900/- તથા મોબાઇલ ફોન નંગ-02 કિ.રૂ.65,000/- મળી કુલ કિ.રૂ.90,900/- ના મુદ્દામાલ સાથે મળી આવતા બંનેને ઝડપી લીધા હતા તથા આ બંને ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટીંગનો જુગાર રમી રમવા માટેની આઇ.ડી.(3)મહમદ જુનેદ મહમદ ઇકબાલ મેમણ રહે.દરબાર,રોડ રાજપીપલા પાસેથી વેચાણથી લઇ ગુનો કરતા એલસીબી નર્મદા ટીમે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.