(જી.એન.એસ) તા.૧૦
નર્મદા,
નર્મદા જીલ્લાના રાજપીપળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી. રાજપીપળામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ થતા 29 જેટલા લોકોની તબિયત અચાનક લથડી. નર્મદા જીલ્લાના રાજપીપળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી. રાજપીપળામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ થતા 29 જેટલા લોકોની તબિયત અચાનક લથડી. તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા. તાજેતરમાં મળે માહિતી મુજબ રાજપીપળા હોસ્પિટલમાં તમામની તબિયત હાલ સુધારા હેઠળ છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળામાં એક લગ્ન પ્રસંગનો જમણવાર મહેમાનોને ભારે પડ્યો. લગ્ન પ્રસંગ માણવા ગયેલ મહેમાનોની ભોજન લીધા બાદ અચાનક તબિયત લથડી. 20થી વધુ મહેમાનોની એકસાથે તબિયત લથડતા ફૂડ પોઈઝનિંગ હોવાની આશંકા છે. લગ્ન પ્રસંગના જમણવારમાં જમ્યા બાદ આશરે 29 જેટલા લોકોને ઉલટી અને ગભરામણ થવા લાગતા ડોક્ટરનો સંપર્ક કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જણાવી દઈએ કે રાજપીપળામાં આ લગ્ન પ્રસંગ ટેકરા ફળિયામાં યોજાયો હતો. જ્યાં ભોજન લીધા બાદ 29 જેટલા લોકોની તબિયત બગડયા બાદ ફૂડ પોઈઝનિંગ થતા તેમને હોસ્પિટલ રિફર કરાયા હતા. અગાઉ પ્રજાસત્તાક દિવસે રાજપીપળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં 144 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજપીપળાના વડિયા રોડ પર આવેલી આદર્શ નિવાસી આશ્રમ શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમ્યાન વિદ્યાર્થીઓએ ભોજન લીધું હતું. જેના બાદ અનેક વિદ્યાર્થીઓ ઝાડા ઉલટીનો ભોગ બન્યો. વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થતાં દોડધામ મચી હતી અને બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ મામલે શાળા સામે વહીવટીતંત્ર દ્વારા પગલાં લેવાયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.