Home ગુજરાત રાજપીપળામાં કુલ-1902 જવાનો માટે પોસ્ટલ બેલેટથી યોજાયું મતદાન

રાજપીપળામાં કુલ-1902 જવાનો માટે પોસ્ટલ બેલેટથી યોજાયું મતદાન

51
0

ચૂંટણી ફરજ ઉપરનાં ગૃહ વિભાગના પોલીસ-એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફિક ટીઆરપી ના જવાનો સહિત કુલ-1902 જવાનો માટે રાજપીપળામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટર સંકુલના ફેસીલીટેશન સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી યોજાયું મતદાન. નર્મદા જિલ્લામાં આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને સંદર્ભે મતદાનનાં દિવસે નાંદોદ વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી ફરજ પર રહેનારાં ગૃહ વિભાગના પોલીસ-એસઆરપી, હોમગાર્ડ અને જીઆરડી અને ટ્રાફિક ટીઆરપી ના જવાનો સહિત કુલ-1902 જવાનો, અધિકારીઓ/કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતુ.

તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે નાંદોદ બેઠકના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણી હેઠળ રાજપીપળામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટરના સંકુલમાં ઉભા કરાયેલા ફેસિલિટેશન સેન્ટર ખાતે યોજાયેલા મતદાનમાં ગૃહ વિભાગની તમામ શાખાના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ અને પોલીસ જવાનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. પોસ્ટલ બેલેટથી બપોરે સુધીમાં 50 ટકાથી પણ વધુ મતદાન નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.

નાંદોદ વિધાનસભા મત વિસ્તારની બેઠકના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આજે ગૃહ વિભાગના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનના ફેસીલીટેશન સેન્ટરના કરાયેલા આયોજનમાં અહીં 609-હોમગાર્ડઝ, 776-જીઆરડી, 241- પોલીસ, 118-ટ્રાફિક ટીઆરપી અને 158-એસઆરપી જવાનો સહિત કુલ-1902 જેટલા અધિકારીઓ/કર્મચારીઓ પોલીસ જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા કરાયેલી છે અને દરેક કર્મચારીને પોસ્ટલ બેલેટથી કઇ રીતે મતદાન કરવું તેની સાથોસાથ ડેક્લેરેશનમાં ફોર્મમાં સહી કરીને કઇ રીતે મુકવું તે બાબતો સમજાવવામાં આવી છે અને ઇન્કલુઝીવ અને એક્સેસીબલ મતદાન થાય તે માટેનો ચૂંટણી પંચનો આ ખૂબ જ સારો પ્રયાસ અને તે અંગેની વ્યવસ્થા હોવાનું ઉમેર્યું હતુ.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field