Home ગુજરાત રાજકોટ રૂરલ એલસીબીની ટીમે દારૂની 110 બોટલો લઈને નીકળેલા 2 ને ઝડપી...

રાજકોટ રૂરલ એલસીબીની ટીમે દારૂની 110 બોટલો લઈને નીકળેલા 2 ને ઝડપી લીધા

23
0

(જી.એન.એસ) તા. 14

જેતપુર,

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક એસપી જયપાલસિંહ રાઠોડે દારૂની હેરાફેરી સદંતર નાબૂદ કરવા અસરકારક કામગીરી કરી વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના આપી હતી, જેથી LCB ની ટીમ સક્રિય હતી. દરમિયાન બાતમી મળી હતી કે, ગોંડલનાં ઘોઘાવદર રોડ પરથી આટકોટ તરફથી આવતી કારમાં દારૂ લઈ આરોપીઓ નીકળવાના છે.

તે બાતમીના આધારે સુરેશ્વર મંદિર, ઘોઘાવડર રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન, બાતમીવાળી શંકાસ્પદ કાર નીકળતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી રૂ.1,06,200 ની કિંમતની દારૂની 110 બોટલો મળી હતી. કારમાં સવાર બે શખ્સ જિજ્ઞેશ મનસુખ પટોળિયા (રહે. વડાલ ગામ, બસસ્ટેન્ડ પાછળ તા.જિ. જુનાગઢ) અને ભાવેશ ઉર્ફે નાગજી હરિ ભુવાની (રહે.જેતપુર, મોઢવાડી, જુનો રૂપાવટી રોડ રામનાથ મંદીર પાસે) ધરપકડ કરી હતી. ગોંડલ સિટી એ. ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એલ.સી.બી. પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહિલ, પીએસઆઇ ડી.જી.બડવા, એ.એસ.આઇ. રવીદેવભાઇ બારડ, રોહીતભાઇ બકોત્રા, વકારભાઇ અરબ, બ્રિજરાજસિંહ જાડેજા, બાલકૃષ્ણ ત્રિવેદી, હેડ કોન્સ્ટેબલ દીગ્વિજયસિંહ રાઠોડ, અનિલભાઇ ગુજરાતી, કોન્સ્ટેબલ પ્રકાશભાઇ પરમાર, મેહુલભાઇ સોનરાજ વગેરે ફરજ પર રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆઈઆઈટી ગાંધીનગર ખાતે ગ્રામીણ મહિલાઓ અને યુવાનો માટે કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમો
Next articleયોગ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગ્રામ ભારતી અલુઆ ખાતે “યોગ ફોર વુમન એમ્પાવરમેન્ટ” વિષય અંગે માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો