Home ગુજરાત રાજકોટ માર્કેટના નવા ચેરમેન તરીકે જયેશ બોધરા અને વાઇસ ચેરમેન તરીકે વિજય...

રાજકોટ માર્કેટના નવા ચેરમેન તરીકે જયેશ બોધરા અને વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટ ચૂંટાયા

21
0

(જી.એન.એસ) તા. 5

રાજકોટ,

રાજકોટ માર્કેટયાર્ડના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ હવે જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ માર્કેટના નવા ચેરમેન તરીકે જયેશ બોધરા અને વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટને સુકાની પદ સોંપવામાં આવ્યું છે. માર્કેટ યાર્ડની ચેરમેનની ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ આવ્યા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ભાજપ દ્વારા રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી માટે સેન્સની પ્રક્રિયામાં હાથ ધરવામાં આવી હતી જેમાં જયેશ બોધરા અને પરષોત્તમ સાવલિયા સહિતનાએ સેન્સ આપી હતી. જયેશ રાદડીયાએ જયેશ બોધરા માટે લોબિંગ શરૂ કર્યું હતું જ્યારે બીજી તરફ પરષોત્તમ સાવલિયાએ પણ બનવા માટે તૈયારી શરૂ કરી દીધી હતી ત્યારે આજે ચૂંટણીમાં હાજર સભ્યોએ સર્વામુનતે ચેરમેન પદ માટે જયેશ બોઘરાના નામને સમર્થન આપ્યું હતું. જ્યારે વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટના નામની જાહેરાત કરવામાં આવી હતી. રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે અને રાજ્યમાં ત્રીજું સ્થાન ધરાવે છે. રાજકીય રીતે સહકારી ક્ષેત્રના રાજકારણમાં બેડી માર્કેટિંગ યાર્ડ મહત્વનું માનવામાં આવે છે.એક સમયે એવું માનવામાં આવતું હતું કે, આ વખતની બેડી માર્કેટિંગ યાર્ડની ચેરમેન પદની ચૂંટણી રસપ્રદ રહેશે પરંતુ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં ફરીએકવાર જયેશ રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસગીરા પર બળજબરીથી દુષ્કર્મ ગુજારવા મામલે અમદાવાદની સાબરમતી પોલીસ પાટણના યુવકની ધરપકડ કરી
Next articleમહાદેવ એપ હવાલા કૌભાંડ: છત્તીસગઢ પોલીસે સુરતમાંથી એક વ્યક્તિની કરી ધરપકડ