(જી.એન.એસ),તા.૦૫
રાજકોટ,
રાજકોટ મહાનગરપાલિકાનો ‘મેયર તમારે દ્વાર’ લોકદરબાર આજે યોજાયો હતો. જો કે આ લોકદરબારમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની શાબ્દિક ટપાટપી જોવા મળી. લોકોના પ્રશ્નોની રજૂઆત અને તેના નિરાકરણ માટે મળેલા લોકદરબારમાં જ્યારે એક મહિલાએ તેમના વિસ્તારના રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યા વિશે રજૂઆત કરતા પૂર્વ મેયર પ્રદિપ ડવે તેમને મર્યાદામાં રહેવાની ટકોર કરી. મહિલા સાથે અપમાનજનક ભાષામાં વાત કરતા કોંગ્રેસના આગેવાનો વિફર્યા હતા. પૂર્વ મેયરની ટકોર બાદ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કનકસિંહે મહિલા વતી રજૂઆત કરી. કનકસિંહ ટેબલ પર ચડી ગયા અને મેયરને જણાવ્યુ કે મર્યાદામાં રહેવાનુ કહો છો, પણ પહેલા પ્રશ્નોનું તો નિરાકરણ લાવો. કનકસિંહે જણાવ્યુ કે માત્ર ભાજપના નેતાઓ અને કાર્યકરો જ આગળ બેસીને પ્રશ્નો પૂછે છે, જ્યારે લોકોની સમસ્યા જાણવા માટે લોકદરબાર યોજ્યો હોય તો લોકોનુ નહીં સાંભળો તો કોનુ સાંભળશો. વોર્ડ નંબર 12ના ભાજપના આગેવાનો, હોદ્દેદારો લોકદરબારમાં આગળ જઈને લોકોને પાછળ ધકેલતા હતા. આથી કનકસિંહે ટેબલ પર ચડી જઈ સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયરને રજૂઆત કરી કે તમે લોકોને કેમ સાંભળતા નથી. જો કે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની રજૂઆતને પણ ધ્યાને લેવાઈ નહીં અને પ્રજાએ સમસ્યાઓ મુદ્દે સવાલો કરતા નેતાઓએ લોકદરબારમાંથી ચાલતી પકડી હતી. લોકોનો રોષ જોઈને મેયરે અડધો કાર્યક્રમ મુકીને ચાલતી પકડી હતી. પ્રજાની સમસ્યા જાણવા માટે ‘મેયર તમારે દ્વાર’ લોકદરબારનો યોજાયો. જ્યાં લોકોએ નેતાઓને સવાલ કરતા, જવાબ આપવાને બદલે ચાલતી પકડવા લાગ્યા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.