રાજકોટ બાર એસોસીએસનની ચૂંટણીનું ગઇકાલે મતદાન થયું હતું જેમાં આ વર્ષે પણ ગત વર્ષની જેમ એક જ પક્ષના બે જૂથો સામસામે મેદાનમાં હતા. સવારે થી બપોરના સુધીમાં 2169 વકીલોએ મતદાન કર્યું હતું ત્યાર બાદ મત ગણતરી શરૂ કરવામાં આવી હતી અને રાત્રે પરિણામ પણ જાહેર થયું હતું. જેમાં આરબીએ પેનલે ઈતિહાસ રચી જીત મેળવી હતી. રાજકોટ બાર એસોસીએસનની ચૂંટણીમાં આરબીએ પેનલ વતી પ્રથમ વખત પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવનાર સિનિયર ધારાશાસ્ત્રી લલિતસિંહ શાહીને 1099 મત મળ્યા હતા જયારે અગાઉ બે વખત પ્રમુખ પદ સંભાળી ચુકેલા અને ત્રીજી વખત લડતા બકુલ રાજાણીને 886 મત મળ્યા હતા જેથી શાહીની પ્રમુખ પદે જીત થઇ હતી.
સાથોસાથ આખી પેનલનો દબદબાભેર વિજય થયો હતો અન્ય હોદાઓ જેમાં આરબીએ પેનલના જ ઉપપ્રમુખ પદે નલીન પટેલ, સેક્રેટરી પદે દિલીપ જોષી, જોઈન્ટ સેક્રેટરી પદે જયેન્દ્રસિંહ રાણા ટ્રેઝરર પદે કિશોર સખીયા લાયબ્રેરી સેક્રેટરી પદે જયુભાઈ શુક્લ અને મહિલા કારોબારી સભ્ય પદે રજનીબા રાણાની જીત થઇ છે.
આરબીએ પેનલના તમામ ઉમેદવારોની કારોબારી સભ્ય પદે બીપીન મહેતા, તુલસીદાસ ગોંડલીયા, ગીરીશ ભટ્ટ, જી. આર. ઠાકર, મહર્ષી પંડ્યા, બીપીન કોટેચા, જી. એલ. રામાણી, જયંત ગાંગાણી અને જીગ્નેશ જોષીની પણ જીત થઇ છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.