Home મધ્ય ગુજરાત અમદાવાદ રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગ અંગે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન...

રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગ અંગે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લીધું 

28
0

(જી.એન.એસ) તા. 26

અમદાવાદ/રાજકોટ,

ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ ટીઆરપી ગેમિંગઝોનમાં અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. આ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે રવિવારે એટલે કે રજાના દિવસે સુનાવણી યોજી હતી.

ગુજરાત હાઇકોર્ટના સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવનારી છે. હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી તથા એડવોકેટ અમિત પંચાલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી અને કોર્ટ સમક્ષ દુર્ઘટના અંગેના સમાચારના કટિંગ પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 30 જેટલા લોકોના મોત કરુણ નીપજ્યા હોવાનું પણ કોર્ટેને જણાવ્યું હતું.

હાઇકોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું છેકે, ગેમ ઝોન રેસિડન્સ પ્લોટ પર બનાવવામાં આવ્યું હતું અને કોઇ ફાયર સેફ્ટી ન હતી. વેલ્ડિંગની કામગીરી કરવામાં આવી રહી હોવા છતાં પણ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્વલનશીલ પદાર્થો પણ ગેમ ઝોનમાં હતા અને ઇમરજન્સી ગેટ પણ બંધ હતો. એક ટીનેજર દ્વારા 15 લોકોને બચાવવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં નાના બાળકોના પણ મોત થયા છે. દુર્ઘટનાથી કોર્ટને પણ મોટો આંચકો લાગ્યો છે.  અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા મહાનગર પાલિકાના પેનલ એડવોકેટને આ અરજીની કોપી આપવામાં આવી છે અને સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે ‘ગેમ ઝોન’માં લાગેલી ભીષણ આગમાં 12 વર્ષથી ઓછી ઉંમરના ચાર બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા. ઘટનાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી પાંચ સભ્યોની એસઆઈટી શનિવારે મોડી રાત્રે રાજકોટ પહોંચી હતી અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે બેઠક કરી હતી. એસઆઈટી એ 72 કલાકની અંદર રિપોર્ટ સોંપવો પડશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ શનિવારે મોડી રાત્રે રાજકોટ પહોંચ્યા હતા અને બેઠકમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે, “વડાપ્રધાને મુખ્યમંત્રી પાસેથી ઘટના વિશે માહિતી માંગી છે અને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. વડા પ્રધાને ગુનેગારો સામે કડક પગલાં લેવા સૂચના આપી છે.” એસઆઈટીના વડા અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીએ શનિવારે રાત્રે બેઠક પહેલાં પત્રકારોને જણાવ્યું હતું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરોહિણી નક્ષત્રના લીધે ગરમી ઓછી થશે અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પણ પડશે
Next articleસંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હોવાની આશંકા વ્યક્ત કરી