Home ગુજરાત રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલામાં એસીબીની ટીમ જવાબદાર અધિકારીઓની મિલકત અને બેંક...

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલામાં એસીબીની ટીમ જવાબદાર અધિકારીઓની મિલકત અને બેંક એકાઉન્ટની કરશે તપાસ

27
0

(જી.એન.એસ) તા. 29

રાજકોટ,

રાજકોટ શહેરના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલાની તપાસ નો ધમધમાટ, હવે આ તપાસ માં એંટિ કરપ્શન બ્યૂરો (એસીબી) ને પણ સામેલ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ ગેમઝોન અગ્નિકાંડમાં પાલિકાના અધિકારીઓ અને ગેમઝોનના સંચાલકોને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાને લઈને હોબાળો મચતા અધિકારીઓની બદલી અને સસ્પેન્ડના આદેશ કરાયા છે. તંત્ર દ્વારા ગેમઝોન ઘટનાની લઈને કડક કાર્યવાહી કરતા એસઆઈટી કમિટિ રચવામાં આવી. તેમજ હવે આ મામલામાં જવાબદાર અધિકારીઓ પર ગાળિયો વધુ કસવા ACBની ટીમ રાજકોટ આવશે.

એસીબીની ટીમ દ્વારા ગેમઝોન અગ્નિકાંડ અધિકારીઓની ભૂમિકાને લઈને તપાસ કરવામાં આવશે. આ તપાસમાં અધિકારીઓની તમામ મિલકત ઉપરાંત અધિકારીઓના પરિવારના બેંક ખાતાની પણ તપાસ કરવામાં આવશે. એસીબીની તપાસમાં ચોકાવનારી હકીકત બહાર આવી શકે છે. ગેમઝોન અગ્નિકાંડ મામલે સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની તપાસમાં એસીબી સાથે અન્ય એજન્સીઓ પણ જોડાશે. ક્રાઈમ બ્રાન્ચે રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાની પૂછપરછ કરી. અગ્નિકાંડ મામલે અન્ય જવાબદાર અધિકારીઓ પર પણ પગલા લેવામાં આવશે.

ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ રાજ્યભરમાં મનોરંજન એકમો, વ્યાવસાયિક એકમો અને શૈક્ષણિક એકમોમાં સેફ્ટીની સુવિધાને લઈને ચકાસણી હાથ ધરવામાં આવી. ગેમઝોન અગ્નિકાંડને પગલે તંત્ર દ્વારા એક પછી એક આકરા પગલા લેવાતા રાજકોટના પોલીસ કમિશ્નર, મ્યુનિસિપલ કમિશ્નર અને મનપાના અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા. આ મામલામાં અત્યારસુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએક કાર્યક્રમ દરમિયાન મણિશંકર અય્યરે કયું હતું કે, ચીનીઓએ 1962માં ભારત પર ‘કથિત રીતે’ હુમલો કર્યો હતો
Next articleમાનવ તસ્કરી કેસમાં એનઆઈએ દ્વારા વડોદરામાં અલગ અલગ સ્થળો પર દરાડો