Home મધ્ય ગુજરાત અમદાવાદ રાજકોટ ટીઆરપી ગેમઝોનને અગ્નિકાંડ બાબતે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ રજુ કર્યુ 

રાજકોટ ટીઆરપી ગેમઝોનને અગ્નિકાંડ બાબતે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ રજુ કર્યુ 

31
0

(જી.એન.એસ) તા. ૫

રાજકોટ/અમદાવાદ,

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને લઈને ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ રજુ કર્યુ છે. જેમાં કહ્યું છે કે, હજુ એક આરોપીને પકડવાનો બાકી છે. જેના માટે લૂકઆઉટ નોટીસ કાઢવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોનને કાયમી સ્ટ્રકચર ગણીને કાર્યવાહી કરાશે. જાણો હાઈકોર્ટમાં સરકારે કરેલ સોગંદનામાના મુખ્ય મુદ્દાઓ.

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને લઈને રાજ્ય સરકારે હાઇકોર્ટમાં કર્યું સોગંદનામુ, ગૃહ વિભાગનાં જોઇન્ટ સેક્રેટરી એ વિગતવાર એફિડેવિટ કોર્ટમાં કર્યું રજૂ, ગેમ ઝોનમાં આગ બાદ એક્શન ટેકન રિપોર્ટ રાજ્ય સરકારે કોર્ટમાં કર્યો રજૂ, આગ દુર્ઘટનામાં 27 મોત થયા હોવાની જાણ કોર્ટને કરાઈ, ઘટના સંદર્ભે 05:43 કોલ મળ્યા બાદ 5:48 એ કામગીરી શરૂ કરી દીધી હોવાનો સરકારનો દાવો, 70-80 સ્ટાફ ઉપરાંત સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ઘરના સ્થળે મોકલ્યા હોવાની સરકારની રજૂઆત, શરૂઆતમાં એમ લાગતું હતું કે 28 મૃતદેહો મળ્યા છે પરંતુ ડીએનએ ટેસ્ટ બાદ 27 નાં મોતની જાણકારી મળી: સરકાર

આ ઘટના બાદ મુખમણત્રી ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાતે ગયા હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ, સરકારે ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક SIT નું ગઠન કર્યું અને 72 કલાકમાં રિપોર્ટ મંગાવ્યો, દુર્ઘટનામાં મૃતકોને રાજ્ય અને કેન્દ્ર સરકારે વળતર ચૂકવ્યા હોવાની જાણ પણ કોર્ટના રેકોર્ડ પર મુકાઈ, ઘટનામાં નોંધાયેલ ફરિયાદ બાદથી અશોક સિંહ જાડેજા હજુ પકડથી દૂર, લુક આઉટ નોટિસ જાહેર, જ્યારે એક આરોપીનું દુર્ઘટનામાં મોત, રાજ્ય સરકારે ઘટના બાદ તમામ જગ્યાઓ પર કડક કામગીરી માટેની સૂચના આપી, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, મ્યુ કમિશનર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને રાજ્ય સરકારે આપી સૂચના, ટેમ્પરરી સ્ટ્રક્ચર અને કાયમી સ્ટ્રક્ચરના વિવાદ વચ્ચે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કબૂલાત, ગેમ ઝોનને કાયમી સ્ટ્રક્ચર ગણવામાં આવશે, અને તે મુજબ જ કાર્યવાહી થશે: રાજ્ય સરકાર, રાજ્ય સરકારે સોગંદનામાં સ્વીકાર્યું કે આ ગેમ ઝોન અને તેના ડેવલપમેન્ટ માટે કોઈ જ મંજૂરી લેવામાં આવી ન હતી. આજે (ગુરુવારે) વિગતવાર સુનાવણી હાથ ધરાશે.

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે એસઆઈટી ના ઈન્ટ્રીમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. એસઆઈટી એ 10 મુદ્દાઓને આધારે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સોંપ્યો. પોલીસ, આરએમસી, માર્ગ અને મકાન વિભાગની નિષ્કાળજી રહી છે. લાયસન્સ અને તાલુકા પોલીસની નિષ્કાળજીનો એસઆઈટીના રિપોર્ટમાં ઉલ્લેખ છે. ખરાઈ કર્યા વગર લાયસન્સ વિભાગ પરફોર્મન્સ લાયસન્સ આપ્યુ. ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયરની ગંભીર બેદરકારી  સામે આવી. 3 વર્ષથી ગેમઝોન ચાલતુ હોવા છતા કોઈ પગલા ન લેવાયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસારોલી પોલીસે નિયોલ પોલીસ ચેકપોસ્ટ પાસેથી ૩૧ કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી 
Next articleનિફ્ટી ફયુચર ૨૨૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!