Home ગુજરાત રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે કોર્ટ દ્વારા 3 આરોપીના 14 દિવસના પોલીસ રિમાન્ડ...

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે કોર્ટ દ્વારા 3 આરોપીના 14 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા

25
0

(જી.એન.એસ) તા. 27

રાજકોટ,

રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે ત્રણ આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે તેમને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. તેમની પુછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી બહાર આવશે તેમ જણાઈ રહ્યું છે. રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં છ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 3 આરોપીઓને લઈ પોલીસ કોર્ટમાં પહોંચી હતી. બાદમાં  આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે 14 દિવસના  રિમાન્ડ ની માંગણી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા. પાપીઓની બેદરકારીના કરાણે સર્જાયું મોતનું તાંડવ.રાહુલ રાઠોડ , યુવરાજસિંહ સોલંકી, નિતીન જૈનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.  લોખંડી બંદોબસ્ત વચ્ચે પોલીસ આરોપીઓને કોર્ટમાં પહોંચી.જ્યાં કોર્ટ શરૂ થાય તે પહેલાં જ આરોપી યુવરાજસિંહ સોલંકી કોર્ટમાં રડવા લાગ્યો હતો.

રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં આવ્યા છે. જવાબદાર 6 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાનાં 2 અધિકારી સસ્પેન્ડ રવામાં આવ્યા છે. જેમાં આસીસ્ટંટ ટાઉન પ્લાનર અને આસીસ્ટંટ એન્જીનીયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ માર્ગ મકાન વિભાગના એન્જીનીયર પણ સસ્પેન્ડ કરાયા છે તો રાજકોટ પોલીસનાં 2 સીનીયર પીઆઈ પણ સસ્પેન્ડ કરાયા છે. એસઆઈટી ના પ્રાથમીક રિપોર્ટના આધારે સરકારે નિર્ણય લીધો છે. ગત મોડીરાત્રીએ સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

તે સિવાય રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈની બદલી કરી નાંખવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીની તીસ હજારી કોર્ટે સીએમ કેજરીવાલના પીએ બિભવ કુમારની જામીન અરજી ફગાવી
Next articleસેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સિસ ‘પ્રગતિ-2024’નો શુભારંભ કરશે