Home ગુજરાત રાજકોટમાં 10 વર્ષની દીકરીને 3 મહિના સુધી પોર્ન વીડિયો બતાવી શખ્સે અડપલા...

રાજકોટમાં 10 વર્ષની દીકરીને 3 મહિના સુધી પોર્ન વીડિયો બતાવી શખ્સે અડપલા કર્યા

7
0

(જી.એન.એસ) તા.૧૧

રાજકોટ,

રાજકોટ શહેરમાં વિકૃત શખ્સે હેવાનીયતની સીમા ઓળંગી હતી. દસ વર્ષની માસૂમ ફૂલ જેવી દીકરીને ગંદા પોર્ન વિડીયો બતાવી દીકરીના ગુપ્ત ભાગે હાથ ફેરવી વિકૃત હરક્ત કરી હતી. દીકરીને પેટમાં દુખાવો ઉપડતાં તેમને સારવારમાં ખસેડાયા બાદ દીકરીએ હકીકત વર્ણવતા ભાંડો ફૂટ્યો હતો. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. રાજ્યમાં વધતા અપકૃત્યના બનાવો સામે રાજ્યની પોલીસ ઉંઘતી જોવા મળી રહી છે. રાજકોટમાં બનાવ અંગે પેડક રોડ પર રહેતાં મૂળ મહારાષ્ટ્રના વતની મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શ્રીનિવાસ ચંદર યમગર (રહે. નવનાથ રિફાઈનરીના ઉપરના માળે, પેડક રોડ)નું નામ આપતાં B ડિવિઝન પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરીયાદીના પતિએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે. તેઓ ચાંદીની ભઠ્ઠી ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરીવારમાં પત્ની અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. તેમની દસ વર્ષીય પુત્રી છઠા ધોરણમાં અભ્યાસ કરે છે. અપકૃત્ય આચરનાર આરોપી શ્રી નિવાસ પણ મહારાષ્ટ્રનો હોવાથી તેની સાથે 15 વર્ષથી સબંધ છે. તેની સગાઈ થઈ ગઈ હોવાથી તે છેલ્લા ત્રણ મહિનાથી દર રવિવારે ફરિયાદીના ઘરે મંગેતર સાથે વાત કરવા આવતો હતો. દરમિયાન ગયાં રવિવારે તેમની પુત્રીને પાણી આપવા માટે બોલાવ્યા બાદ ગઈકાલે તેમની પુત્રીએ પેટમાં દુખાવો થતો હોવાની ફરીયાદ કરતાં, તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જે બાદ તેણીએ આપવીતી વર્ણવતા માતા-પિતા નીચેથી જમીન સરકી ગઈ હતી. દિકરીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી આરોપી તેને પાણી આપવા માટે બોલાવ્યા બાદ તેના મોબાઈલમાં પોર્ન વિડીયો બતાવી તેમના ગુપ્ત ભાગમાં આંગળી નાંખી અડપલાં કરતો હતો. જે બાદ તેઓ પોલીસ મથકે દોડી ગયાં હતાં. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી PI એસ.એમ.રાણેએ તપાસ હાથ ધરી હતી. ફુલ જેવી દિકરીને ગુપ્ત ભાગે ઈજા થવાથી દુ:ખાવો ઉપડતા સારવારમાં ખસેડવી પડી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field