(જી.એન.એસ) તા૨૮
રાજકોટ,
કણકોટ પાટિયા સામે રોડ પર આજે સવારે ગમે તે કારણસર ઈનોવેટીવ સ્કૂલની બસના ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતાં બસ એક ટુ વ્હીલરને હડફેટે લઈ નજીકના વીજ થાંભલા સાથે અથડાઈ હતી. જેને કારણે વીજ થાંભલો જમીનમાંથી ઉખેડીને સીધો બસના આગળના કાચમાં ઘુસી ગયો હતો. જોકે રાજકોટ તાલુકા પોલીસે આ અકસ્માતમાં છાત્રોને ઈજા થઈ કે કેમ તે બાબતે અજાણ હોવાનું કહ્યું છે. કાલાવડ રોડ પરના અવધ બંગલા રોડ પર વીર સાવરકર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી કિરણબેન ધનજીભાઈ પંચાસરા એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે કણકોટ પાટિયા પાસે સીધેશ્વર મહાદેવના મંદિર પાસે ફૂલનું વેચાણ કરે છે. આજે સવારે પતિ સાથે એકટીવા પર પહોંચી હતી. પતિ નજીકમાં બાવળના ઝાડ પાસે એકટીવા પાર્ક કરી ગ્રાહકોને ફુલ આપવા ગયો હતો. જયારે તે ફુલનું વેચાણ કરતી હતી ત્યારે રાજકોટ તરફથી બસ ઘસી આવી હતી. જેના ચાલકે કાબુ ગુમાવતાં સાઈડમાં રહેલા લોખંડના બોર્ડ, વીજ થાંભલામાં નુકસાની થઈ હતી. એટલું જ નહીં બસે તેના એકટીવાને હડફેટે લેતાં તેમાં પણ નુકસાની થઈ હતી. વીજ થાંભલો બસનો આગળનો કાચ તોડી અંદર ઘુસી ગયો હતો. જેને કારણે બસમાં પણ નુકસાની થઈ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ખરેખર કયા કારણસર ચાલકે બસ ઉપરથી કાબુ ગુમાવ્યો તે વિશે કોઈ માહિતી મળી નથી. આ બાબતે બસનું પરીક્ષણ પણ કરાવાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.