તહેવારના સમયે ભાવ બાંધણું હોવા છતાં ફરસાણ અને તેલ લોકોને મોંઘા ભાવનું ખરીદવું પડ્યું હતું. જ્યારે ખૂલતી બજારે ડિમાન્ડ નહિ હોય ત્યારે તેલના ભાવમાં ઘટાડો થશે તેવી આશા સેવાઈ રહી હતી, પરંતુ આ આશા ઠગારી નિવડી હતી. ખૂલતી બજારે તેલનો ભાવ રૂ. ૨૮૫૦ રહ્યો હતો. રૂ.૪૦ નો ભાવવધારો આવ્યા બાદ રૂ.૨૦નો વધારો આવ્યો હતો અને આમ બે દિવસમાં સિંગતેલમાં રૂ. ૬૦નો વધારો થયો હતો. જાેકે માત્ર તહેવાર સમયે જ ભાવ બાંધણું કરીને સંતોષ માની લેતા તંત્રને તહેવાર પછી વધેલા ભાવ અંગે નજર અંદાજ કરે છે. સિંગતેલ લૂઝનો ભાવ રૂ.૧૭૦૦નો થયો હતો. જેમાં સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા. યાર્ડમાં ઝીણી મગફળીની ૭૦૦ ક્વિન્ટલ અને જાડી મગફળીની આવક ૨૦૫ ક્વિન્ટલ થઇ હતી. સિઝન સમયે મગફળીનો ભાવ રૂ.૧૨૦૦થી ૧૩૦૦ પ્રતિ મણ રહ્યો હતો, પરંતુ હાલમાં મગફળીની આવક ઓછી હોવાને કારણે ભાવમાં સિઝન કરતા વધારો આવ્યો છે. જાડી મગફળીનો ભાવ રૂ.૧૪૪૧ એ પહોંચ્યો હતો અને ઝીણી મગફળીનો ભાવ રૂ.૧૩૫૮ થયો હતો. વેપારીઓના જણાવ્યાનુસાર નવી મગફળીની આવક હાલમાં અને દિવાળી પછી એમ બે વખત થતી હોય છે. બિયારણની ખરીદી સમયે વધુ મગફળી વેચાવા આવી હતી.જેથી જૂના સ્ટોકનો નિકાલ થઈ ગયો હોવાને કારણે અત્યારે તેની આવક ઓછી છે. બીજી તરફ પામોલીન તેલમાં ભાવમાં ઘટાડો થયો છે. પામોલીન તેલનો ભાવ રૂ.૧૯૧૦થી રૂ. ૧૯૧૫ સુધીનો થયો છે. કપાસિયા તેલમાં રૂ. ૧૦નો ઘટાડો આવતા તેલનો ભાવ રૂ.૨૫૧૫ થયો હતો.રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધુ રૂ. ૨૦નો ભાવવધારો થયો હતો. આ સાથે જ તેલના ભાવે રૂ.૨૯૦૦ની સપાટી કુદાવતા ડબ્બાનો ભાવ રૂ.૨૯૧૦ થયો હતો. હાલમાં મગફળીની આવક અડધી છે. સામે ડિમાન્ડ છે અને સટ્ટાખોરોએ સંગ્રહખોરી કરતા કૃત્રિમ તેજી ઊભી થઇ છે. પરિણામે લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છે. ચાલુ મહિનામાં તેલનો ભાવ તેની ઐતિહાસિક સપાટીએ છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.