(જી.એન.એસ) તા.૧૮
રાજકોટ,
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની જાળવણીનાં કોન્ટ્રાક્ટમાં કૌભાંડ મામલે સુપ્રિડેન્ડેન્ટનું નામ બહાર આવતા સમગ્ર મામલે સિવિલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. પાંચ વર્ષમાં કુલ 73 કરોડ રૂપિયાનું કૌભાંડ થયાનું સામે આવ્યું હતું. આ કૌભાંડમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટનું નામ ખુલ્યું હતું. પેટા કોન્ટ્રાક્ટની જોગવાઈ નહીં છતાં પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો
કોન્ટ્રાક્ટનાં માલિક તરીકે સિવિલ સુપ્રિટેન્ડેન્ટનું નામ ખુલવા પામ્યું હતું. વાર્ષિક 1.82 લાખમાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેની સામે 21 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. તેમજ પેટા કોન્ટ્રાક્ટની જોગવાઈ નહી છતાં પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હોસ્પિટલનાં એક કર્મચારીએ બિલ અટકાવ્યું તો તેમની બદલી કરી દેવામાં આવી હતી. ચૂકના કારણે મારું નામ
આ સમગ્ર મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ર્ડા. રાધેશ્યામ ત્રિવેદીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, શરત ચૂકના કારણે મારૂ નામ એનઓસી સર્ટિફિકેટમાં આવ્યું છે. મે ગત 13 તારીખનાં રોજ મનપાનાં ચીફ ફાયર ઓફીસરને પત્ર લખ્યો હતો. પત્રનાં આધારે નવું એનઓસી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જેમાં મારૂ નામ દર્શાવવામાં આવેલ નથી.
સુપ્રિટેન્ડેન્ટ ર્ડા. રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી હોસ્પિટલ છે. અત્યારે 2000 બેડ આ હોસ્પિટલમાં છે. તેમજ હોસ્પિટલમાં હાલ 13 થી 14 બિલ્ડીંગ છે. તમામ બિલ્ડીંગોમાં ફાયર એનઓસી હોવી જોઈએ. ફાયર એનઓસીનાં મેન્ટેનન્સની વાત છે.એનઓસી કોર્પોરેશન તરફથી આપવામાં આવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.