Home ગુજરાત રાજકોટમાં સિટી બસ અને બીઆરટીએસનાં ચાલકોની હડતાળ

રાજકોટમાં સિટી બસ અને બીઆરટીએસનાં ચાલકોની હડતાળ

27
0

(જી.એન.એસ) તા. 13

રાજકોટ,

રાજકોટમાં સીટીબસ અને બીઆરટીએસનાં ચાલકો સોમવારે હડતાળ પર ઉતર્યા હતા તો બીજી તરફ બીઆરટીએસ રૂટ પરની પણ તમામ બસો બંધ રહેવા પામી હતી. બીઆરટીએસ તેમજ સીટી બસ ચાલકો દ્વારા તેઓની પડતર માંગોને લઈ હડતાળ કરી છે. હડતાળથી બીઆરટીએસમાં મુસાફરી કરતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

આ હડતાળ બાબતે બીઆરટીએસનાં એક કર્મચારીએ જણાવ્યું હતું કે, અમારી પાસે રેગ્યુલર રાબેતા મુજબની ગાડી રોજની ગાડીઓ 65 થી 70 છે. જે બીઆરટીએસ તેમજ સીટી બસ મળીને 70 જેટલી ગાડીઓનાં પૈડા થંભી જવા પામ્યા છે. માંગણી બાબતે તેઓએ જણાવ્યું હતું કે, કંપની સામે અમારો કોઈ રોષ નથી. અમારી કોઈ બીજી માંગણી નથી. કંપની પણ અમારી નોકરીને લઈ સંતોષ છે. અમને પગાર 7 થી 10 દરમ્યાન મળી જાય તે અમારી માંગણી છે. કંપનીનાં આયોજન પ્રમાણે ક્યારે 15 અથવા તો ક્યારેક 17 તારીખે પગાર ચૂકવવામાં આવે છે. તો ક્યારેક 11 થી 12 તારીખ સુધી મળી જાય છે. છેલ્લા પાંચ છ મહિનાથી આવી તકલીફ પડે છે.

મુસાફરોને ભોગવવી પડી ભારે હાલાકી, અચાનક બીઆરટીએસ તેમજ સીટી બસનાં કર્મચારીઓ દ્વારા એકાએક હડતાળ ઉપર ઉતરી જતાં રાજકોટવાસીઓને ઓટો રિક્ષા ચાલકો દ્વારા પણ આ બાબતનો લાભ લઈ મુસાફરો પાસેથી વધુ ભાડુ વસુલ કરવામાં આવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચારધામ યાત્રા શરૂ થતાં જ ગંગોત્રી અને યમુનોત્રી હાઈવે પર ટ્રાફિક જામ
Next articleવરસાદના સમયે પાક રક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા જણાવાયું