કાર્યક્રમના આમંત્રણ આપવાથી શરૂ થયેલો વિવાદ ભ્રષ્ટ્રાચારના મુદ્દા સુધી પહોંચી ગયો
(જી.એન.એસ),તા.૩૦
રાજકોટ
રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ ચરમસીમા પર છે. મંગળવારે રાજકોટના વોર્ડ નંબર 3માં યોજાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. કાર્યક્રમના આમંત્રણ આપવાથી શરૂ થયેલો આ વિવાદ ભ્રષ્ટ્રાચારના મુદ્દા સુધી પહોંચી ગયો હતો. કાર્યક્રમ સ્થળે આવેલા રામ મોકરિયાએ સ્ટેન્ડિંગ ચેરમેનને કહ્યું હતું કે મહાનગરપાલિકાના કાર્યક્રમનું આમંત્રણ મનપાના પદાધિકારીઓના બદલે કર્મચારી દ્રારા આપવામાં આવે છે. જેના જવાબમાં સ્ટેન્ડિંગ ચેરમેને સાંસદને પ્રોટોકોલ સમજાવ્યો હતો. જેના કારણે રામ મોકરિયા રોષે ભરાયા હતા અને સ્ટેન્ડિંગ ચેરમેનને કહ્યું હતું કે મહાનગરપાલિકામાં ભ્રષ્ટ્રાચાર ચાલે છે. તમે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને ઉપાધ્યાક્ષ ભરત બોઘરા શું કરો છો તે હું સારી રીતે જાણું છું. જેના જવાબમાં સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું હતું કે તમે સાંસદ છો ખોટી વાતો ન કરો પુરાવા આપો. આ બધાની વચ્ચે કાર્યક્રમના અધ્યક્ષ રાઘવજી પટેલે મઘ્યસ્થી કરી હતી અને આ કાર્યક્રમ મનપાનો છે બીજી કોઇ વાત ન કરવાનું કહેતા મામલો થાળે પડ્યો હતો. રાજકોટમાં સામે આવેલા આ જુથવાદનો મુદ્દો ગાંધીનગર સુધી પહોચ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.