Home ગુજરાત રાજકોટમાં વિવિધ ગામોમાં ગ્રામજનો દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું ભાવભર્યુ સ્વાગત કરવામાં...

રાજકોટમાં વિવિધ ગામોમાં ગ્રામજનો દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું

37
0

વિંછીયા તાલુકાના વિવિધ ગામો (વાંગધ્રા પાટીયા, થોરીયાળી જનડા, વિછીયા)માં સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે રાજ્યના નવનિયુક્ત પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાનું ફુલહાર પહેરાવીને બહુમાન સાથે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામની બાળાઓ અને ગ્રામજનોએ કુમકુમ તિલક કરીને ફૂલોની વર્ષા સાથે મંત્રી બાવળિયાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

સાથો સાથ વિવિધ સમાજ અને સંગઠનના આગેવાનો દ્વારા પણ મંત્રીનું ફુલહાર,પાધડી અને શાલ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રી કુંવરજીભાઈએ લોકોના પ્રેમ અને અભિવાદનને સહર્ષ સ્વીકારતાં કહ્યું હતું કે, મને મળેલા વિશાળ જનસમર્થન બદલ હું આપ સૌનો આભાર માનું છું. વિકાસ કામોની ધારા સતત વહેતી રહે તે માટે સતત કાર્યરત રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યકત કર્યો હતો.

આ તકે અગ્રણી ખોડાભાઈ અને જે.પી.વિરજાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે વિંછીયાના સરપંચશ્રી ચતુરભાઈ રાજપરા, ઉપસરપંચ ઘનશ્યામભાઈ રોજસરા, અગ્રણી સર્વ રમેશભાઈ રાજપરા, હિતેશભાઈ વાલાણી, ભુપતભાઈ રોજસરા, હરેશભાઈ વેગડ, હનુભાઈ દેરવાણીયા, ભીખાભાઈ મકવાણા, લાલાભાઇ ગઢવી, મનસુખભાઈ પાનસુરીયા સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field