Home ગુજરાત રાજકોટમાં લીફટમાં આવતી ૧૭ વર્ષની  તરૃણી પર  બદઈરાદાથી 42 વર્ષના ઢગાએ હાથ...

રાજકોટમાં લીફટમાં આવતી ૧૭ વર્ષની  તરૃણી પર  બદઈરાદાથી 42 વર્ષના ઢગાએ હાથ ફેરવતા ફરિયાદ

24
0

(જી.એન.એસ),તા.૦૧

રાજકોટ,

હાલના સમયમાં કોઈનો પણ વિશ્વાસ કરવાની જરૂર નથી. તમે તમારી દીકરીને કોઈ પણ જગ્યાએ મોકલી રહ્યાં છો તો થોડા સાવધાન રહેજો, કારણ કે આંકડાઓ સાબિત કરે છે કે નજીકના વ્યક્તિઓ જ છોકરીઓ સાથે અડપલાં કરતાં હોય છે. રાજકોટમાં ૧પ૦ ફૂટ રિંગ રોડ પર શિતલ પાર્ક ચોકડી પાસે શહિદ સુખદેવસિંહ ટાઉનશિપમાં રહેતાં વનરાજસિંહ ધાંધલ (ઉ.વ.૪ર)એ પુત્રીની ઉંમર જેવડી ૧૭ વર્ષની તરૃણીને હેરાન કરતાં આખરે આ મામલે તેની માતાએ ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં મોટા ખુલાસા થયા છે. 

આ કેસની વિગતો એવી છે કે, રાજકોટની આ ભોગ બનનાર તરૃણીની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે તેની પુત્રીએ કહ્યું કે તે લીફટમાં આવતી હતી ત્યારે આરોપી પણ સાથે હતો. જેણે તેના ગાલ પર હાથ ફેરવ્યો હતો. થોડી વાર બાદ આરોપી ઘરે એડ્રેસ લેવાના બહાને આવ્યો હતો. તે વખતે તેની પાસે તેનો મોબાઈલ નંબર માગ્યો હતો. જોકે, તરૂણી એમના ઈરાદા જાણી ગઈ હોવાથી તેણે આ બાબતને ઈગ્નોર કરી હતી.  એ દિવસે જ રાત્રે નવેક વાગ્યે તેમની પુત્રી બગીચામાં બેસવા ગઈ હતી. તે ઘરે આવવા સમયે પાર્કીંગમાં હતી એ સમયે પણ બાપ સમાન આ વ્યક્તિએ તેનો મોબાઈલ નંબર માગી ઈશારા કર્યા હતા. જોકે, તરૂણીએ આ બાબતનો ઈન્કાર કરતાં તેને મોબાઈલ નંબર આપવો જ પડશે, મારી સાથે પ્રેમસંબંધ પણ રાખવો પડશે તેવી ધમકી આપી હતી. આમ તેની પજવણી વધતી જતી હતી. 

આજે સવારે વનરાજસિંહે મોબાઈલમાં કોલ કર્યો હતો. હવે આ બાબત તેની માતા પણ જાણતી હોવાથી તેમને પુત્રીએ રિસીવ કરાવી ફોન સ્પિકરમાં મુકાવી દીધો હતો. માતાએ દીકરીને એકલી હોવાનું કહેતા વનરાજસિંહે બહાર નાસ્તો કરવા લઈ જવાની ઓફર આપી હતી. એટલું જ નહીં આ વાત કોઈને નહીં કહેવા અને ધીમે બોલવા પણ કહ્યું હતું. આ રીતે તેની પુત્રીની સતત પજવણી કરી હોવાથી આખરે માતાએ કંટાળીને ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આમ એક જ સોસાયટીમાં રહેતા 42 વર્ષના શખ્સે દીકરી સમાન તરૂણીને પ્રેમ સંબંધ બાંધવા મજબૂર કરતાં આ મામલો પોલીસમાં પહોંચ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ લાઇ ફસાયન્સીસના ચેરમેન પંકજ પટેલ ટોચના ધનિકોમાં ૩૬મા સ્થાને પહોંચ્યાં
Next article24 કલાકમાં ગુજરાતમાં 2 પરિવારના 7 લોકોએ સામૂહિક આપઘાત કર્યો