(જી.એન.એસ)તા.૧૨
રાજકોટ,
રાજકોટમાં રહેતી યુવતી સાથે ફ્રેન્ડશીપ કર્યા બાદ મિત્રએ કેફી પીણુ પીવડાવી પ્રથમ વખત દુષ્કર્મ ગુજારી તેનો વીડિયો ઉતારી લીધાનું જણાવી તેના આધારે બ્લેક મેઇલિંગ કરી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેને કારણે યુવતીએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. યુવતીના લગ્ન વખતે પણ તેનું શારીરિક શોષણ કર્યું હતું. જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આગળ ધપાવી છે. ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવ્યું કે ગત એપ્રિલ માસમાં તેના લગ્ન થયા હતા. ગત સપ્ટેમ્બર માસથી માતા-પિતાના ઘરે આવી છે. ૨૦૨૧માં ધ્રોલમાં લગ્ન પ્રસંગમાં ગઇ હતી ત્યારે ત્યાં વિરમ નાગજીભાઈ સાનિયા સાથે મુલાકાત થઇ હતી. ત્યાર પછી વિરમે તેને ફેસબૂક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જે તેણે એક્સેપ્ટ કરી હતી. આ પછી બંને વચ્ચે અવારનવાર વોટ્સએપ કોલ પર વાતચીત થતી હતી. બે વર્ષ પહેલા વિરમે વોટ્સએપ કોલ કરી તેને મળવા રાજકોટ આવ્યો હતો. જેથી તે લાખના બંગલાવાળા રોડ પર પહોંચી હતી. જ્યાંથી તેને વિરમ બોલેરોમાં લઇ ગયો હતો. નજીકની કષ્ટભંજન સોસાયટી મેઇન રોડ પાસે તેને કોલ્ડડ્રીંક્સ પીવડાવ્યું હતું. જે પીધા બાદ તે બેભાન થઇ ગઇ હતી. ભાનમાં આવી ત્યારે જોયું તો તેના વસ્ત્રો ઉતરેલા હતા. વિરમે તેની મરજી વિરૂધ્ધ કેફી પીણુ પીવડાવી બેભાન અવસ્થામાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેનો તેણે વિરોધ કર્યો હતો. ઘરે પહોંચ્યા બાદ વિરમે વોટ્સએપ કોલ કરી કહ્યું કે મેં તારો વીડિયો ઉતારી લીધો છે, જો તું તારા ઘરના સભ્યોને વાત કરીશ તો તે વીડિયો વાયરલ કરી તને બદનામ કરી નાખીશ તેવી ધમકી આપતા પરિવારના સભ્યોને જાણ કરી ન હતી. તેના પાંચેક મહિના પછી વિરમે રાજકોટ આવી તેને બોલાવી બજરંગવાડી વિસ્તારમાં આવેલી હોટલમાં લઇ જઇ તેની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. ત્રીજી વખત જામનગર રોડ પર પીપળીયાના પાટિયે બોલાવી મેટોડા ગામે આવેલી ઓફિસે લઇ જઇ શારીરિક સંબંધ બાંધ્યો હતો. થોડા દિવસો બાદ ફરીથી તેને બોલાવી તરઘડી પાસે આવેલી હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. ગત એપ્રિલ માસમાં તેના અને તેના ભાઈના લગ્ન નક્કી થયા હતા. સવારે તેના ભાઈની જાન ગઇ હતી ત્યારે ઘરે એકલી હતી. તે વખતે વિરમે વોટ્સએપ કોલ કરી તેને બોલાવી હતી. પરંતુ તેણે તે દિવસે પોતાના લગ્ન હોવાની વાત કરતાં વિરમે હું તારા ઘરે આવું છું તેમ કહ્યું હતું. તેણે ના પાડતાં ફરીથી વીડિયો વાયરલ કરવાની અને તેના ઉપરાંત તેના ભાઈના લગ્ન તોડાવી નાખવાની ધમકી આપી હતી. જેથી છેલ્લીવાર મળવા ઘરે બોલાવ્યો હતો. જ્યાં આવી વિરમે ફરીથી તેની મરજી વિરૂધ્ધ શારીરિક સંબંધ બાંધી તેના ફોટા મોબાઇલમાં પાડી લીધા હતા. લગ્નના ત્રણેક મહિના પછી પિયર આવતા ફરીથી વિરમે વોટ્સએપ કોલ કરતાં તે બજારમાં જાઉં છું તેવું બહાનુ કરી ઘરેથી નીકળી ત્રિકોણબાગ પહોંચી હતી. જ્યાં વિરમ પણ બોલેરો લઇ પહોંચી ગયો હતો અને તેને એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલમાં લઇ જઇ તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. સાથોસાથ એવી ધમકી આપી હતી કે તારા લગ્ન ભલે થઇ ગયા પણ હું તને બોલાવું ત્યારે તારે આવવું પડશે, નહીંતર તારા ફોટા અને વીડિયો વાયરલ કરી, તને અને તારા પરિવારને બદનામ કરી નાખીશ. આ ઘટનાક્રમના ત્રણેક દિવસ પછી વિરમે ફરીથી વોટ્સએપ કોલ કરી તેના ડોક્યુમેન્ટની માગણી કરી હતી. આ દરમિયાન તે વિરમની ધમકીઓથી કંટાળી ગઇ હતી. બીજી તરફ પતિ તેને તેડી ગયો હતો. તે સાસરે હતી ત્યારે પણ વિરમ અવારનવાર વોટ્સએપ કોલ કરતો હતો. જે વાતની તેના પતિને ખબર પડી જતાં તેણે વિરમને તેને હેરાન નહીં કરવા કહ્યું હતું. પરંતુ વિરમે તેને પણ ધમકી આપી હતી. આખરે પતિએ તેના પરિવારનાજનોને જાણ કરી તેને તેડી જવાનું કહેતા ભાઈ વગેરે તેને તેડી ગયા હતા. તે જિંદગીથી કંટાળી ગઇ હોવાથી અંદાજે બે માસ પહેલા ઘરની અગાસી ઉપરથી કૂદકો મારી જીવન ટૂંકાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તે વખતે પગ, હાથ અને કમરમાં ઇજા થઇ હતી. પરિવારજનોએ આ પગલુ ક્યા કારણથી ભર્યું તે બાબતે પૂછતા આપવિતી જણાવી હતી. જેને કારણે પરિવારજનોએ ફરિયાદ કરવા જણાવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.