Home ગુજરાત રાજકોટમાં યુવતીએ મિત્રતા કેળવી યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો, વીડિયોના વાઇરલ કરવાની ધમકી આપી...

રાજકોટમાં યુવતીએ મિત્રતા કેળવી યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો, વીડિયોના વાઇરલ કરવાની ધમકી આપી 1.50 લાખ માંગ્યા

21
0

રાજકોટ શહેરમાં હનીટ્રેપ બાદ હત્યાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં બે મહિલાઓ સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ હનીટ્રેપની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ફરિયાદ નોંધી બે મહિલા સહિત ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વાસુદેવભાઈ ઉર્ફે વાસુભાઇ પોપટભાઈ વાઘરોડીયા નામના વ્યક્તિએ ધારાબેન રમેશભાઈ બાબરીયા, મીનાબેન જીવણભાઈ સોલંકી તેમજ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આઇપીસીની કલમ 384, 120 (બી), 506 (1) તેમજ 511 મુજબ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વાસુદેવભાઈએ જણાવ્યું હતું કે, તેઓ બહુચર પ્લાસ્ટિક પેઢીના નામથી જોબ વર્કનું કામ કરે છે.

મીનાબેન જીવણભાઈ સોલંકી નામની વ્યક્તિ અમારા કારખાનાની બાજુના કારખાનામાં કામ કરે છે. તે અમારા કારખાના પાસેથી નીકળતી હોવાથી અમારા બંને વચ્ચે વાતચીત થતી હતી. મીનાબેનને મેં કહ્યું હતું કે, અમારે ત્યાં કારખાનામાં મજુરની જરૂર છે જેથી તમારે કામ ઉપર આવવું હોય તો કહેજો. ત્યારબાદ મીનાબેને મને તેમના નંબર આપ્યા હતા ત્યારબાદ અમારે અવારનવાર ફોન પર વાતચીત થતી હતી. મીનાબેન મને કહ્યું હતું કે, મારે દવાખાનાના કામે રૂપિયા 7000 ની જરૂર છે. જેથી મેં તેમને રૂપિયા 7000 આપ્યા હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બાદમાં મેં જ્યારે ઉછીના આપેલા પૈસા અંગે ઉઘરાણી કરતા મીનાબેન ને મને કહ્યું હતું કે મારી એક બહેનપણી છે, તેનું નામ ધારા છે. તેની સાથે હું તમારું સેટિંગ કરાવી આપીશ. જેથી હું માની ગયો હતો. ત્યારબાદ મીના બહેને મને ફોન પર વાતચીત કરી હતી કે જૈન દેરાસર પાછળ આવેલ માર્કેટમાં આવી જાવ મારી બહેનપણી ધારા પણ ત્યાં આવી ગઈ છે. હું સ્થળ પર પહોંચતા મીના બહેને ધારા સાથે મારી ઓળખાણ કરાવી હતી.

તારે મને કહ્યું કે મારું મોટરસાયકલ બગડી ગયું છે જેથી મેં મારા ઓળખીતા ગેરેજવાળાને ત્યાં મોટરસાયકલ રીપેરીંગ કરવા મુકેલ તેમજ તેનો 3000 ખર્ચો થયો હતો જે પણ મેં ચૂકવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું અને ધારા બાબરીયા સોખડા ચોકડી ખાતે ફરવા ગયા હતા ત્યાં અમે સમય વિતાવ્યો હતો. સાંજના સમયે અમે પરત પણ આવી ગયેલ હતા. બીજા દિવસે 22 જાન્યુઆરી 2023ના રોજ ધારાનો મને ફોન આવ્યો હતો કે મારે દવાખાનાનું કામ છે તમે મને રૂપિયા 10,000 આપો. જેથી મેં તેને કહ્યું હતું કે, હાલ મારી પાસે કોઈ પૈસા નથી.

જે ધારાને ગમ્યું ન હતું. ત્યારબાદ મેં મીનાને ફોન કરીને કહ્યું હતું કે તારા 10000 રૂપિયા માંગે છે તું તેને સમજાવ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ધારાનો મને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણે સોખડા ચોકડીએ ગયા હતા અને જે મજા કરી હતી તેનો વીડિયો મારી પાસે છે તેનું શું કરવું છે. મને તું દોઢ લાખ રૂપિયા આપ નહીં તો હું તારા કારખાને આવીશ અને હોબાળો કરીશ તેમ જ વીડિયો વાયરલ કરી નાખીશ. એ બાદ મને મીનાનો પણ ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમે રૂપિયા આપી દો અને ધારા સાથે સમાધાન કરી નાખો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મેં ધારાને ફોન કર્યો હતો તેણે મને કહ્યું હતું કે, 1.50 લાખ ન હોય તો મને એક લાખ આપી દો. જેથી મેં તેને કહ્યું હતું કે એક લાખ પણ નથી ત્યારબાદ મીનાનો મારી ઉપર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ધારા એ કહ્યું છે તે એક લાખ માંગે છે તમારે શું કરવું છે? હું સવારના 11 વાગ્યા આસપાસ મારા કારખાને હતો ત્યારે ફરી એક વખત ધારાનો મને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે 50000 રૂપિયા આપી દો તો હું તમારો વીડિયો ડીલીટ કરી નાખીશ નહિતર માથાકૂટ થશે.

જે વાતચીત દરમિયાન ધારાના ફોનમાંથી જ તેના કોઈ મિત્રએ મારી સાથે વાતચીત કરેલ અને કહ્યું હતું કે પૂરું કરી નાખો નહીં તો આમાં મર્ડર પણ થઈ શકે છે. તેમ કહી મને ધમકી આપી હતી. હાલ પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપોરબંદરની જાણીતી હોસ્ટોલમાં સજાતીય પ્રવૃત્તિ થતી હોવાના વિદ્યાર્થિનીના આક્ષેપ
Next articleજૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ૨ બુટલેગરોને દબોચ્યા, વિદેશી દારૂ સહિત 8.16 લાખનો મુદ્દામાલ જપ્ત