Home ગુજરાત રાજકોટમાં મંદિરના એક પૂજારીને પાંચેક થપ્પડ મારી ખૂનની ધમકી અપાઈ

રાજકોટમાં મંદિરના એક પૂજારીને પાંચેક થપ્પડ મારી ખૂનની ધમકી અપાઈ

16
0

(જી.એન.એસ) તા.૩૦

રાજકોટ,

શહેરની પોશ પારસ સોસાયટી મેઇન રોડ પર આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પૂજારી કલ્પેશભાઈ ભૂપતભાઈ શુક્લા ને મારકૂટ કરવાનો વીડિયો વાયરલ થયા બાદ ગાંધીગ્રામ પોલીસે આરોપી દિનેશ મોહનભાઈ ડોડીયા વિરૃધ્ધ ગુનો દાખલ કર્યો હતો. પૂજારી કલ્પેશભાઈએ પોલીસને જણાવ્યું કે ગઇ પાંચ વાગ્યે મંદિરે પહોંચ્યા હતાં. ત્યાંનું બધુ કામકાજ પૂર્ણ કરી ૮.૩૦ વાગ્યે ખુરશી પર બેઠા હતા તે વખતે મંદિર સામે રહેતાં સરોજબેન દિનેશભાઈ ડોડીયા નિત્યક્રમ મુજબ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. સરોજબેન મંદિર ખાતે બાળ ગોપાલજીને વાઘા ઘણી વખત બદલાવે છે. જે ક્રમ મુજબ તેણે બાળ ગોપાલજીનાં વાઘા બદલાવ્યા હતાં. ત્યાર પછી તેની પાસે આવી કહ્યું કે આપણે ત્યાં ટીનાબેન તન્નાએ બાળ ગોપાલજીનાં દરરોજ પહેરાવવાનાં વાઘાનું લીસ્ટ આપ્યું છેતે મુજબ વાઘા કેમ નથી પહેરાવ્યા. જેથી તેણે કહ્યું કેતેને કોઇએ લીસ્ટ આપ્યું નથી. તે સાથે જ સરોજબેને બોલાચાલી કરી કહ્યું કે તમે મારા ઘરવાળાને ઓળખતા નથી. બાદમાં ત્યાંથી જતા રહ્યા હતાં. સરોજબેનનાં પતિ દિનેશભાઈ મંદિરે દર્શન કરવા આવ્યા હતાં. દર્શન કરી તે જ્યાં ખુરશી પર બેઠા હતા ત્યાં આવી કહ્યુ ંકેતું મારી પત્નીને શું કહેતો હતોતે મારી પત્નીને કેમ તુકારો દીધો. જેથી તેણે કહ્યું કેમેં કોઇ તુકારો દીધો નથી. તે સાથે જ દિનેશભાઈએ ઉશ્કેરાઇ જઇ તેને ગાળો ભાંડીકાંઠલો પકડીઆશરે પાંચેક થપ્પડ ઝીંકીજાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જતાં-જતાં કહ્યુ કેતને હું પૂજારી કામ નહીં કરવા દઉં. એક પૂજારીને મંદિરમાં જ મારકૂટ કરવાનો આ વીડિયો વાયરલ થયા બાદ રોષ ભભૂકી ઉઠયો હતો. ગાંધીગ્રામ પોલીસે ગઇકાલે મોડી સાંજે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદના નિકોલનાં એક યુવાને આઇપીઓમાં રોકાણની લાલચ આપી રૂ.42 કરોડની ઠગાઇ કરી
Next articleસુરતમાં એક ફ્લાઈટમાં મહિલાએ દુર્વ્યવહાર કરતા તેને ઉતારી દેવામાં આવી