Home ગુજરાત રાજકોટમાં બે શખસ છરી સાથે બે યુવાન પર તૂટી પડ્યા, લોકો દોડી...

રાજકોટમાં બે શખસ છરી સાથે બે યુવાન પર તૂટી પડ્યા, લોકો દોડી આવતાં હુમલાખોરો ભાગ્યા

41
0

રાજકોટ શહેરમાં બેફામ બનેલા લુખ્ખાઓ છાશવારે કાયદો હાથમાં લઈને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. આવો જ એક કિસ્સો રાત્રે ભગવતીપરામાં બન્યો હતો. બે શખસે પોપટપરાના બે યુવકને છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા. ઘટનાને લઈને બન્ને યુવાને દેકારો કરતાં આસપાસમાંથી લોકો દોડી આવતાં બન્ને હુમલાખોર ભાગી ગયા હતા. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા બન્ને યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે બન્ને આરોપીને ઝડપી લઈ તપાસ શરૂ કરી છે. પોપટપરામાં રહેતો અસ્લમ હનીફભાઇ બેલીમ (ઉં.વ.28) અને તેનો મિત્ર હરપાલસિંહ બહાદુરસિંહ પરમાર (ઉં.વ.35) રાત્રે ભગવતીપરામાં પુલ નીચે હતા.

ત્યારે ભગવતીપરાનો સાજન પરમાર અને રણજિત ઉર્ફે મહાદેવ ત્યાં ધસી આવ્યા હતા. તેમણે પોપટપરાના બન્ને યુવક પર છરીથી તૂટી પડ્યા હતા, ઝનૂની બનેલા બન્ને હુમલાખોરોએ અસ્લમ અને હરપાલસિંહને પડખા, બેઠક અને કપાળના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા, હિચકારો હુમલો થતાં બન્ને યુવકે દેકારો કરતાં આસપાસના વિસ્તારના લોકો દોડી જતાં બન્ને હુમલાખોર ભાગી ગયા હતા. સીસીટીવીમાં જોવા મળતી વિગત મુજબ અસ્લમ અને હરપાલ ભગવતીપરામાં પુલ નીચે ઊભા હતા. ત્યારે સાજન અને રણજિત નામના શખસ છરી સાથે આ બન્ને યુવક પાસે આવે છે. થોડીવાર બન્ને યુવક સાથે ઉગ્ર બોલાચાલી કરી છરી કાઢીને બતાવે છે.

બાદમાં બન્ને શખસ બન્ને યુવાનના કાંઠલા પકડીને આડેધડ છરીના ઘા મારતા જોવા મળે છે. આસપાસમાંથી લોકો દોડી આવી આ બન્ને શખસને છરી મારતા રોકવા પ્રયાસ કરે છે, પરંતુ બન્ને શખ્સ ઝનૂની બની છરીના ઘા ઝીંકવાનું શરૂ રાખે છે. બાદમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં બન્ને શખસ ભાગી જાય છે. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બારોટ સહિતની ટીમ હોસ્પિટલે દોડી ગઈ હતી. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે અસ્લમ અને હરપાલસિંહ પોપટપરામાં રહે છે અને બન્ને સાડીના કારખાનામાં કામ કરે છે.

કુખ્યાત ગુલિયાના સાગરીત સાજન પરમાર સાથે અગાઉ માથાકૂટ થઇ હતી, જે બાબતનો ખાર રાખી બન્ને યુવક ભગવતીપરામાં દેખાતા જ સાજન અને તેના સાગરીત તૂટી પડ્યા હતા. પોલીસે સાજન અને રણજિતને ગણતરીની મિનિટોમાં જ ઝડપી લીધા હતા. રાજકોટમાં ગુનાખોરી દિવસે ને દિવસે વધતી જાય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસતંત્રમાં અધિકારીઓના ઢગલા કરી દીધા છે.

આમ છતાં ગુનાખોરી બેફામ વકરી રહી છે. બે મહિના પહેલાં સામાન્ય બાબતે થયેલી માથાકૂટ સંદર્ભે પોલીસમાં અરજી કરતાં લુખ્ખાં તત્ત્વો બેફામ બન્યાં હતાં અને રાત્રિના કોન્ટ્રેક્ટરના ઘર પર બેફામ સોડા બોટલના ઘા કરી ભારે નુકસાન કર્યુ હતું. રાત્રે ઓચિંતો હુમલો થતાં પરિવાર રૂમમાં પુરાઈ ગયો હતો અને રાત્રે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, પરંતુ હુમલાખોરો ભૂર્ગભમાં ઊતરી ગયા હતા.

રૈયા ગામમાં સ્મશાનની સામે આવેલ ખોડિયારનગરમાં રહેતા રણજિતભાઈ ધુડાજીભાઈ પરમારે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ખોડિયારનગરમાં જ રહેતો નવાબ, અંકિત અને અખ્તર ઉર્ફે ભૂરાનાં નામ આપ્યાં હતાં.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field