(જી.એન.એસ)તા.૨૫
રાજકોટ,
રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા રોડ પોલીસની હદમાંથી એલસીબી ઝોન-૧ના સ્ટાફે ૨૨.૯૫ લાખનો અંગ્રેજી દારૃ ભરેલો ટ્રક ઝડપી પાડી બે આરોપી હીરાભાઈ ચનાભાઈ સાવધારીયા અને નાથાભાઈ બીજલભાઈ સાવધારીયા નવાગામની રંગીલા સોસાયટીમાં રહેતા જયંતિ રાઘવ ચૌહાણનું નામ ખૂલ્યું છે. જે ભાગી જતાં તેની શોધખોળ શરૃ કરી છે. એલસીબી ઝોન-૧ના પીએસઆઈ બી.વી. બોરીસાગરે મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર વોચ ગોઠવી બાતમી મુજબનો ટ્રક પસાર થતાં તેને અટકાવી તલાશી લેતા સિરામીકની આઈટમ અને કાચના ગ્લાસ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ફેલ્સપાર પાઉડરની આડમાં છૂપાવેલી જુદી-જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૃની ૩૪૫૬ બોટલો મળી આવી હતી. આ ઉપરાંત બિલ્ટી પણ મળી હતી. એલસીબી ઝોન-૧ના સ્ટાફે દારૃની કિંમત ૨૩.૯૫ લાખ ગણી હતી. બે મોબાઇલ ફોન અને ટ્રક વગેરે મળી કુલ રૃા. ૩૩.૦૫ લાખના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંને આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ કોલસો ભરીને રાજસ્થાન ગયા હતા. રાજસ્થાનમાં ભીનમાલમાંથી સપ્લાયરે આ દારૃનો જથ્થો ભરી આપ્યો હતો. બદલામાં રૃા. ૧.૫૦ લાખ આપવાનું નક્કી થયું હતું. સપ્લાયરોએ બંને આરોપીઓને ચોટીલા પાસે પહોંચ્યા બાદ પોતાનો સંપર્ક કરવાનું કહ્યું હતું. જેથી આરોપીઓએ તેમ કરતાં સપ્લાયરે એક ચોક્કસ કલરની ટીશર્ટ અને પાણીની બોટલ સાથે આવનાર શખ્સ કહે તે જગ્યાએ દારૃનો જથ્થો ઉતારવા સૂચના આપી હતી. ચોટીલાથી દારૃનો જથ્થો મંગાવનાર જયંતિ ટ્રકમાં બેસી ગયો હતો. ત્રણેય આરોપીઓ રાજકોટ આવી રહ્યા હતા ત્યારે દૂરથી પોલીસ હોવાની ગંધ આવી જતાં જયંતિ ટ્રકમાંથી ઉતરી ભાગી ગયો હતો. એલસીબી ઝોન-૧ના સૂત્રોએ જણાવ્યું કે આરોપી જયંતિ ત્રણ માસ પહેલા પણ ૧૨ પેટીના કેસમાં પકડાયો હતો. તે વખતે તેની સામે પાસા કરવામાં આવી હતી. પાસામાંથી છૂટયા બાદ તેણે ફરીથી અંગ્રેજી દારૃનો વેપલો શરૃ કરી દીધો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.