(જી.એન.એસ) તા.૨૦
રાજકોટ,
રાજકોટના પડધરી પાસે આવેલી સહારા યુનાઈટ નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી રાજકોટ જીલ્લામાં પડધરી નજીક પ્લાસ્ટિકની ફેકટરીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળેલી આગ હજુ પણ કાબૂમાં આવી નથી. કલાકો સુધી ભીષણ આગને કાબૂમાં લેવા જામનગર, રાજકોટ, ગોંડલ અને મોરબીથી લાશ્કરો આવી પહોંચ્યા છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. ફેક્ટરીમાં પ્લાસ્ટિકના જથ્થામાં અચાનક આગ ફાટતા ફેક્ટરી માલિકને ઘણું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. રાજકોટના પડધરી પાસે આવેલી સહારા યુનાઈટ નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી અને બેકાબૂ બનતા સ્થાનિકોમાં પણ ભય ફેલાયો હતો. મળતી માહિતી મુજબ અત્યાર સુધી 70 ટકા આગને કાબૂમાં લેવાઈ છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે કે બપોર સુધી આગ કાબૂમાં આવી શકવાની સંભાવના છે. હાલ પ્લાસ્ટિક ફેક્ટરીમાં મોટા જથ્થામાં તૈયાર કાચા માલને જંગી નુકસાન થયું છે. આગ કયા કારણોસર લાગી તેનું સચોટ કારણ શોધી શકાયું નથી. થોડા દિવસ પહેલા અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી 22 માળની રહેણાંક ઇમારતમાં રાત્રે 10:30 થી 11 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમોએ તમામ લોકોને બચાવી લીધા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો અને 10 થી વધુ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા મોટી કોલની જાહેરાત કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે બારીઓ તોડીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના દરમિયાન 15 થી 20 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જે આગના સમયે બિલ્ડિંગમાં હતા. જેમાંથી 3 લોકોને શ્વાસ રૂંધાવાથી સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ગત સપ્તાહે વડોદરાના કોયલી ખાતે IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ થયો હતો. એ બાદ રિફાઇનરી કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. આગ લાગતાંની સાથે જ ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. દૂર દૂર સુધી આ ધુમાડો જોવા મળ્યો હતો. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી જઈ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘણા કલાકો વીત્યા બાદ આગ કાબૂમાં આવતા ફાયરબ્રિગેડની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.