Home ગુજરાત રાજકોટમાં પૂર્વ પ્રેમીએ ફોટા વાઇરલ કરી દેવાની અને તેના ભાઇને મારી નાખવાની...

રાજકોટમાં પૂર્વ પ્રેમીએ ફોટા વાઇરલ કરી દેવાની અને તેના ભાઇને મારી નાખવાની ધમકી આપી તો યુવતીએ પોલીસ ફરિયાદ કરી

31
0

રાજકોટ શહેરની યુવતીને ઉમંગ પટેલ નામનો તેનો પૂર્વ પ્રેમી ગાળો આપી હતી. તેમજ યુવતીના નિર્વસ્ત્ર ફોટા વાઇરલ કરી દેવાની અને તેના ભાઇને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. આથી યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આરોપી ઉમંગ પટેલની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પિતા તથા ભાઇ સાથે રહું છું. પહેલા અમે લોકો યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા આરએમસીના ક્વાર્ટરમા રહેતા હતા. ત્યારે શિવ શક્તિ કોલોનીમા રહેતા ઉમંગ પટેલ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. આશરે ત્રણ વર્ષ પહેલા અમારા બન્ને વચ્ચે એકાદ વર્ષ પ્રેમ સબંધ પણ હતો.

દરમિયાન અમે એકબીજા મળતા હતા. આ મુલાકાત દરમિયાન મારા નિવર્સ્ત્ર ફોટાઓ તેણે તેના મોબાઈલમા બળજબરીથી પાડી લીધા હતા. ત્યારબાદ તે મારી સાથે અવારનવાર ઝઘડો કરતો હોય જે વાત મેં કંટાળીને મારા પિતાને કરી હતી. તેણે આપેલા મોબાઇલ ફોન અને સીમ મારા પિતાએ તોડી નાખ્યા હતા અને કચરાપેટીમા નાખી દીધા હતા. આ બનાવ આશરે બે વર્ષ પહેલા બન્યો હતો અને બે વર્ષથી હું ઉમંગના સંપર્કમા નહોતી. 19 જાન્યુઆરીના રાત્રિના ઉમંગ પટેલ હું રહું છું, ત્યાં ઘર પાસે આવ્યો હતો અને જણાવ્યું હતું કે, મારી સાથે કેમ પ્રેમ સબંધ રાખતી નથી.

બાદમાં મારો મોબાઇલ નંબર માગતા મેં મારો નંબર આપ્યો નહીં. આથી તે મને જેમ ફાવે તેમ ગાળો આપી તેણે તેના મોબાઈલમાં રહેલા મારા અગાઉના નિવર્સ્ત્ર ફોટા બતાવ્યા હતા અને આ ફોટાઓ વાઈરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી. એટલું જ નહીં મોબાઈલ નંબર ન આપતા મારો નાનો ભાઇ જે પાનની દુકાનમા નોકરી કરતો ત્યાં જઈ મારા ભાઈને જણાવ્યું હતું કે, તારી બહેનનો મોબાઇલ નંબર આપ નહીં તો જાનથી મારી નાખીશ. આથી મારા ભાઈએ ડરીને મારો મોબાઇલ નંબર આપ્યો હતો.

આ પછી મારા મોબાઈલ નંબર પર ફોન આવ્યો અને જણાવ્યું હતું કે, મારી સાથે સબંધ રાખ નહીં તો ફોટા વાઈરલ કરી દઇશ. આ અગાઉ પણ મારો બે-ત્રણ વાર પીછો કરી મારું બહાર આવવા જવાનું મુશ્કેલ કરી દિધું છે. મને અવારનવાર માનસિક રીતે હેરાન પરેશાન કરે છે.

મારો પીછો કરતો હોય અને મારી સાથે જબરદસ્તીથી મિત્રતા રાખવા માગે છે. આથી સવારના સમયે હું મારા ફોટાઓ વાઇરલ કરી દેશે તેવી બીકે પોલીસ કમિશનર ઓફિસે હું ફરીયાદ કરવા ગઈ હતી. હાલ યુવતીની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવલસાડના ધારાસભ્ય ભરત પટેલનું જિલ્લા ભાજપ દ્વારા સન્માન કરાયું
Next articleવડોદરામાં ગેસ લીકેજ બાદ આગ ફાટી નીકળી, 3 વર્ષના પુત્રનું મોત, માતાની હાલત ગંભીર