(જી.એન.એસ) તા.૨૦
રાજકોટ,
જોકે, ત્યારબાદ આ તાંત્રિકનું હાર્ટ-એટેકથી મોત થયું હતું. રાજકોટમાં સિરિયલ કિલર ભૂવા નવલસિંહ અને જીગર ગોહિલ વિરૂદ્ધ હત્યા કરવા બદલ પડધરી પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે. અમદાવાદ પોલીસ દ્વારા થોડા સમય પહેલા તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ દરમિયાન તેણે 13 વર્ષમાં 12 લોકોની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું, જોકે, ત્યારબાદ આ તાંત્રિકનું હાર્ટ-એટેકથી મોત થયું હતું. તાંત્રિક નવલસિંહ ચાવડાએ કરેલ હત્યાઓ પૈકી એક હત્યા તેની પ્રેમિકાની પણ કરી હતી. તેણે તેના શરીરના કટકા કરીને પ્લાસ્ટિકના કોથળામાં ભરીને તેને વાંકાનેર શહેર નજીક દાટી દીધા હોવાનું સામે આવ્યું હતું. તાંત્રિક નવલસિંહ અને જીગર ગોહિલ ધાર્મિક વિધિ કરવાના બહાને માતા-પિતા અને પુત્રને પડધરીના રામપર ગામ પાસે ઝેરી દવા પીવડાવી મે 2024માં હત્યા કરી હતી. મૃતકમાં 62 વર્ષીય કાદર મુકાસમ, 59 વર્ષીય ફરીદા મુકાસમ અને તેના 35 વર્ષીય પુત્ર આસિફનો સમાવેશ થાય છે. માતા, પિતા અને પુત્રની રિક્ષામાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારબાદ રાજકોટ જિલ્લા પોલીસે ગુનેગારોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ કરતા જીગર ગોહિલને ઝડપી પાડવામાં આવ્યો છે. તાજેતરમાં મોરબીના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે પણ નવલસિંહ ચાવડા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. તાંત્રિક નવલસિંહ ચાવડાએ પોતાની પ્રેમિકા નગમાબેન કાદરભાઈ મુકાસમ સાથેના પ્રેમ સંબંધમાં લગ્ન કરવાની ના પાડતા નગમાબેનને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ તેણે નગમાબેનના શરીરના ટુકડા કરીને પ્લાસ્ટિકના કોથળામાં ભરીને વાંકાનેર લઈ ગયો હતો અને ત્યાં જઈને એક ખાડામાં દાટી દીધા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન તાંત્રિક નવલસિંહ ચાવડાએ કબૂલ્યું હતું કે તેણે નગમાબેનને હત્યા કરી હતી અને તેના શરીરના ટુકડા કરીને દાટી દીધા હતા. તેણે પોતાના ભાણેજની મદદથી આ કૃત્ય કર્યું હતું. એ લાશને થોડાં દિવસો પહેલાં અમદાવાદ અને વાંકાનેર પોલીસે ખાડો ખોદીને બહાર કાઢી હતી અને ત્યારે જમીનમાંથી મૃતક યુવતીની ખોપરી સહિતના અવશેષો પોલીસે કબજે કર્યા હતા. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી અને તાંત્રિક નવલસિંહ ચાવડા અને તેના પરિવારના લોકો સામે કેસ નોંધ્યો. પોલીસને તપાસ દરમિયાન મળેલા પુરાવાઓના આધારે તાંત્રિક નવલસિંહ ચાવડાએ નગમાબેનની હત્યા કરી હોવાની વાત સાબિત થઈ. પોલીસે તાંત્રિક નવલસિંહ ચાવડા, તેની પત્ની સોનલબેન અને તેના ભાણેજ શક્તિરાજ ભરતભાઈ ચાવડા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ સામે હત્યા અને અન્ય ગુનાઓની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.વી.ઘેલા ચલાવી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.