Home ગુજરાત રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના,...

રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના, 25થી વધુના મોત

24
0

(જી.એન.એસ) તા. 25

રાજકોટ,

રાજકોટ શહેરમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ ગેમઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગતા ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે 10થી 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગતા ફાયરબ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ટી અને ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ ગેમઝોનમાંથી 15થી 20 બાળકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. આગના ધૂમાડા 4-5 કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. આગ લાગતા ગેમઝોનના અનેક સાધનોને મોટી સંખ્યામાં નુકસાન સામે આવ્યું છે. તો છેલ્લે મળતી માહિતી મુજબ આગને કારણે પહેલા 4 બાળકોના મોત થયાની આશંકા સેવવામાં આવી રહી હતી. ગેમઝોનના સ્ટ્રક્ચર ડિઝાઇનને લઈને સંચાલકો શંકાના ઘેરામાં આવી ગયા છે.

રાજકોટ આગ ઘટનામાં રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આ સંદર્ભે, એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. એસઆઈટી વરિષ્ઠ આઇપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની તપાસ કરશે.

ગેમિંગ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને નિતિન જૈન મેનેજર હોવાનું બહાર આવ્યું છે.  પોલીસે રાજકોટ ગેમ ઝોનના સંચાલક અને માલિક સહિત 3 લોકોની ધરપકડ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં છેલ્લા 7 દિવસમાં ગરમીના કારણે 29 થી વધુ લોકો મોતને ભેટ્યા
Next articleહજી 2 દિવસ હિટવેવની આગાહી, 2 દિવસ બાદ ગરમીમાં થશે આંશિક ઘટાડો