(જી.એન.એસ)તા.4
રાજકોટ,
રાજકોટમાં ડેન્ગ્યુથી વધુ એક મહિલાનું મોત થયું છે. રૂપાબેન ગોળતર નામની 28 વર્ષીય મહિલાનું મોત થયું છે. ડેન્ગ્યુના અનેક કેસ છતાં આંકડા જાહેર કરવામાં આવતા નથી. આરોગ્ય વિભાગ ડેન્ગ્યુના સાચા આંકડા જાહેર કરતું નથી. ડેન્ગ્યુના મચ્છરથી રક્ષમ માટે કોઈ નક્કર કાર્યવાહી થઈ રહી નથી. રાજકોટમાં ડેન્ગ્યુથી વધુ એક મહિલાનું મોત થયું છે. રૂપાબેન ગોળતર નામની 28 વર્ષીય મહિલાનું મોત થયું છે. ડેન્ગ્યુના અનેક કેસ છતાં આંકડા જાહેર કરવામાં આવતા નથી. આરોગ્ય વિભાગ ડેન્ગ્યુના સાચા આંકડા જાહેર કરતું નથી. ડેન્ગ્યુના મચ્છરથી રક્ષમ માટે કોઈ નક્કર કાર્યવાહી થઈ રહી નથી. રાજકોટમાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ ડેન્ગ્યુ,મેલેરિયા, તાવ, શરદી અને ઉધરસ સહિતની બીમારીના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરના મવડી વિસ્તારના પંચશીલનગરમાં રહેતી પરિણીતાએ ડેન્ગ્યુના કારણે દમ તોડી દેતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. જેમાં મૃતક પરિણીતા સરધાર ગામે તેના ઘરે રોકાવા ગઈ, ત્યારે જ બેભાન થઈ જતાં તેનું મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતાના પતિ વાવડી ગામે ચાની હોટલ આવેલી છે અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા સાત દિવસથી પરિણીતાને ડેન્ગ્યુ થયો હોય તેની સારવાર ચાલતી હતી. આ દરમિયાન તેના ભાઈના ઘરે રોકાવા માટે આવી, ત્યારે બેભાન થઈ જતાં તેનું ડેન્ગ્યુની બીમારીથી મોત નિપજ્યું હતું. આ બનાવથી એક સંતાને માતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે મળતી મવડી ગામના પંચશીલનગરમાં રહેતી રૂપાબેન ગોલતર નામની પરિણીતા સરધાર ગામે તેના ભાઈ ગોપાલ ગમારાના ઘરે રોકાઈ હતી. જ્યાં ગઈકાલે અચાનક બેભાન થઈ જતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રુપાબેનનું મોત નીપજ્યું હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. દિવસે કરડતા ડેન્ગ્યુના મચ્છરનો ઉપદ્રવ ગીચ અને ભેજયુક્ત વાતાવરણ ધરાવતા વિસ્તારોમાં સૌથી વધુ છે. રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ મચ્છર નાબૂદી માટે કોઈપણ પ્રકારના નક્કર આયોજન વગર કામગીરી કરી રહ્યું છે.
2.
આણંદમાં નવરાત્રિના પ્રથમ દિવસે આગલાગવાની દુર્ઘટના સામે આવી (જી.એન.એસ)તા.4
આણંદ,
આણંદમાં નવરાત્રિના પ્રથમ દિવસે આગની દુર્ઘટના બનવા પામી. નવરાત્રિના પ્રથમ દિવસે જેવો માહોલ જોવા મળ્યો. આણંદમાં નવરાત્રિના પ્રથમ દિવસે આગની દુર્ઘટના બનવા પામી. નવરાત્રિના પ્રથમ દિવસે જેવો માહોલ જોવા મળ્યો. આણંદના વૃંદાવન ગ્રાઉન્ડમાં આગ લાગતા અફરાતરફીનો માહોલ સર્જાયો. વૃંદાવન ગ્રાઉન્ડના પ્રવેશ ગેટ પાસે ફોટોબુથમાં આગ લાગવાની દુર્ઘટનાના બનવા પામી હોવાનું સામે આવ્યું. નવરાત્રિમાં પ્રથમ નોરતે જ આગ દુર્ઘટનાના સમાચાર મળતા પોલીસ દોડતી થઈ. તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પંહોચી ગઈ. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાનું સામે આવ્યું નથી. જો કે પોલીસે આગ લાગવાની દુર્ઘટનાનું સ્થળનું નિરીક્ષણ કરતા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન કરવામાં આવ્યું. નવરાત્રિમાં વૃંદાવન ગ્રાઉન્ડમાં રમવા ગયેલા ખૈલેયાઓને નિરાશ થવું પડ્યું. ગ્રાઉન્ડમાં રાત્રે આગ લાગી ત્યારે અનેક ખૈલેયાઓ ગરબાનો આનંદ લઈ રહ્યા હતા. પરંતુ અચાનક આગ લાગી અને આ સમાચાર પ્રસરતા ખેલૈયાઓમાં ભાગદોડ મચી. નોંધનીય છે કે પોલીસ વિભાગ અને ફાયર વિભાગ વચ્ચે સંકલનના અભાવે નવરાત્રિ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા ફાયર એનઓસી લેવી ફરજિયાત હોવાથી હવે ગરબા આયોજકોમાં હાલાકીનો માહોલ છે. સ્થળ નિરીક્ષણ બાદ ફાયર બ્રિગેડે એવી કોઈ માહિતી આપી નથી કે જેમાં 8 આયોજકોને એનઓસી આપવામાં આવી છે. પોલીસને 82 અરજીઓ મળી છે પરંતુ મંજૂરી આપવામાં આવી નથી. તો હવે જો તમે ફાયર વગર પણ ગરબા કરો છો અને તમે ત્યાં જશો તો તમારે જીવ જોખમમાં મૂકીને ગરબા કરવા પડશે. ફાયર એનઓસીને લઈને તંત્ર અને આયોજકો વચ્ચે ચાલતી માથાકૂટમાં ખૈલેયાઓની સેન્ડવીચ થઈ. આયોજકો અને તંત્ર વચ્ચેના તાલમેલના અભાવની ખૈલેયાઓએ ચૂકવવી પડી.
૩.
બનાસકાંઠામાં એક માતાએ પોતાના દીકરીને જ દેહ વ્યાપારમાં ધકેલીયો
(જી.એન.એસ)તા.4
બનાસકાંઠા,
બનાસકાંઠાના વાવમાં મમતાને લાંછનરૂપ ઘટના બની છે. માતાએ જ દીકરીને દેહ વ્યાપારમાં ધકેલતા ચકચાર મચી ગઈ છે. રૂપિયાની લાલચમાં દીકરીને દેહ વ્યાપારમાં ધકેલી છે. એક માસ પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના વાવમાં મમતાને લાંછનરૂપ ઘટના બની છે. માતાએ જ દીકરીને દેહ વ્યાપારમાં ધકેલતા ચકચાર મચી ગઈ છે. રૂપિયાની લાલચમાં દીકરીને દેહ વ્યાપારમાં ધકેલી છે. એક માસ પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. દીકરી પરત આવતા સમગ્ર હકીકત બહાર આવી હતી. દીકરે પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. માતા સહિત 18 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. દીકરીનું અપહરણ કરવામાં આવ્યા બાદ તે પરત આવતા આખી હકીકત બહાર આવી હતી. દીકરે પિતાને આપવીતી કહેતા પિતાના પગતળેથી જમીન ખસી ગઈ હતી. ખુદ માતાએ જ સગીર દીકરીને રૂપિયાની લાલચમાં દેહ વ્યાપારમાં ધકેલી હતી. દીકરીની જુબાનીના આધારે પિતાએ ફરિયાદ નોંધાવી છે. વાવ પોલીસે મથકે આ અંગે માતા સહિત 18ની સામે ફરિયાદ નોંધાઈ છે. બાળકીના આંસુ રોકાતા નથી તો પિતા પણ આખી ઘટનાથી સ્તબ્ધ બની ગયા છે. તેમને તેમની પત્ની આવું કરશે તેવી તો કલ્પના પણ ન હતી. પોલીસે પણ આ પ્રકારની ઘટનાની ગંભીર નોંધ લઈને તપાસ હાથ ધરી છે. પોલીસ આ ઘટનામાં દેહવ્યાપાર કરાવતી ટોળકી જ હોવાનું સ્પષ્ટપણે માની છે. તેથી તેણે દેહવ્યાપાર કરાવતી ગેંગને ધ્યાનમાં રાખીને જ તપાસ શરૂ કરી છે. રાજ્યમાં દેહવ્યાપાર કરાવતી ઘણી આંતરરાજ્ય ગેંગો સક્રિય છે. આવી જ કોઈ એક ગેંગના સંપર્કમાં સગીરાની મા આવી હોવાનું માને છે. તેથી રૂપિયાની લાલચે તેણે આ કૃત્ય કર્યુ હોવાનું માનવામાં આવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.