Home ગુજરાત રાજકોટમાં ગુંદાળા પાટીયા નજીક ટ્રકમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

રાજકોટમાં ગુંદાળા પાટીયા નજીક ટ્રકમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

30
0

ગુજરાતની ચૂંટણીમાં મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ બિનહિસાબી નાણા અને દારૂનો જથ્થો મોટી સંખ્યામાં ઝડપાઈ રહ્યો છે. સુરતમાં લાખોની કેશ ઝડપાઈ હોવાના અહેવાલ બાદ રાજકોટમાં એરપોર્ટ પોલીસે મોટી કાર્યવાહી કરતા ગુંદાળા પાટીયા નજીકથી 449 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 5,388 બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડ્યો હતો અને કુલ રૂ.31 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી તેમજ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ બામણબોર ચેક પો.સ્ટથી આગળ ગુંદાળા ગામના પાટીયા ખાતે વાહન ચેકીગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ મહાવીરસિંહ ચુડાસમાને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે રોડ ગુંદાળા ગામના પાટીયા પાસે આરોપી સાગારામ મુલારામ કડવાસરા ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી કરશે. જેને પગલે પોલીસે ઘટના સ્થળે વોચ ગોઠવી હતી.

જ્યાં ટ્રક પસાર થતા પોલીસે તેને અટકાવ્યો હતો. જેમાં મૂળ રાજસ્થાનનો વતની ટ્રક ડ્રાઈવર સાગારામ મુલારામ કડવાસરા મળી આવ્યો હતો અને પોલીસ દ્વારા ટ્રકની તલાશી લેતા તેમાં વિદેશી દારૂ ભરેલી 449 પેટી મળી આવી હતી જેમાં અલગ અલગ કંપનીઓની વિદેશી દારૂની 5,388 બોટલનો જથ્થો ઝડપાયો હતો.

હાલ પોલીસે ટ્રક અને દારૂ સહિતના રૂ.31 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરીને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાઘોડિયા-ડભોઈ રિંગ રોડ પર એક સોસાયટીમાં 12 લાખની મત્તા ચોરી કરીને તસ્કરો ફરાર
Next articleદક્ષિણ બેઠકના કોંગી નેતા બળદગાડામાં પ્રચાર કરવા નીકળ્યા, કાર્યકરોએ ગેસના બાટલા માથે મૂકી મોંઘવારીનો વિરોધ કર્યો