Home ગુજરાત રાજકોટમાં એ ડિવિઝન પોલીસે મહારાષ્ટ્રના પુણેમાં કટલેરીનો વેપારીની રાજકોટમાં જાલીનોટો ઘુસાડવા મામલે...

રાજકોટમાં એ ડિવિઝન પોલીસે મહારાષ્ટ્રના પુણેમાં કટલેરીનો વેપારીની રાજકોટમાં જાલીનોટો ઘુસાડવા મામલે ધરપકડ કરી

47
0

રાજકોટમાં રહેતા રાજુલાના શખસ ભરત ઉર્ફે કિશોર મેરામભાઈ બોરિચાએ આંગડિયા પેઢી મારફત જાલીનોટો ઘૂસાડી હતી. આ મામલામાં એ ડિવિઝન પોલીસે ભરતને જાલી નોટો પહોંચતી કરનાર મહારાષ્ટ્રના પુણેમાં કટલેરીનો વેપાર કરતા કમલેશ શિવનદાસ જેઠવાણીની ધરપકડ કરી છે. તેની પાસેથી 12,7,500ની 500ના દરની 2415 નકલી નોટ કબ્જે કરી છે. પોલીસે કમલેશના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જ્યારે ભરતના ઘરેથી પણ તપાસ દરમિયાન 2000, 500, 200 અને 100ના દરની વધુ 513 નકલી નોટ કબ્જે કરવામાં આવી છે. આ નકલી નોટ કમલેશે જ ભરતને આપી હતી. રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસે બે આંગડિયા પેઢીમાં જાલીનોટ જમા કરાવનાર મુખ્ય આરોપી ભરત બોરીચા સહિત 5 આરોપીની ધરપકડ કર્યા બાદ ભરતને જાલીનોટ આપનાર આરોપી કમલેશ શિવનદાસ જેઠવાણીની ધરપકડ કરી છે.

પોલીસે આરોપી કમલેશ પાસેથી 12,7,500 કિંમતની 500ના દરની 2415 નકલી નોટ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. પુણેમાં ચોકલેટ, બિસ્કીટ, કટલેરીના વેપારનું કામ ધરાવતા કમલેશે નકલી નોટો હૈદરાબાદથી મગાવી હતી અને ભરતને 45 ટકાના અસલી નોટોના દરે નકલી નોટો આપી હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. કમલેશ પાસે વધુ લાખોની નકલી નોટોનો જથ્થો હોવાની પોલીસને પૂરી આશંકા છે. ત્યારે આ સમગ્ર મામલે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા આરોપી કમલેશના રિમાન્ડ મેળવવામાં આવશે.

રિમાન્ડ પર રહેલા મુખ્ય આરોપી ભરત બોરીચાની પૂછપરછ કરતા તેમની પાસે વધુ નકલી નોટો હોવાનું માલુમ પડતા તે જથ્થો તેમના ઘરે રાજુલા રાખી હોવાનું સામે આવતા આરોપીને સાથે રાખી પોલીસે રાજુલા તેના ઘરેથી 2000ના દરની 1, 500ના દરની 143, 200ના દરની 99 અને 100ના દરની 272 મળી કુલ 1,20,500 કિંમતની 513 નકલી નોટ કબ્જે કરવામાં આવી છે. રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી એક્સિસ બેંક બ્રાંચના ઓપરેશનલ હેડ તુષારભાઇ સુરેશભાઇ રાવલે 13 જાન્યુઆરીના રોજ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બેંકના ખાતેદાર સંદીપકુમાર કાંતીલાલ સાપરિયા રૂપિયા જમા કરાવવા આવ્યા હતા.

તેઓએ 500ના દરની કુલ 31 જાલી નોટ જમા કરાવી હતી. જેથી મેનેજરે આરબીઆઇના નિયમ મુજબ કાર્યવાહી કરી ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને આંગડિયા પેઢીમાંથી રૂપિયા મેળવ્યાનું ખુલતા પોલીસે આંગડીયા પેઢીમાં પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી. આંગડિયા પેઢીની તપાસમાં રાજકોટની પી.એમ. આંગડિયા પેઢીમાં ભરત બોરીચાએ જાલીનોટ જમા કરાવ્યાનું સામે આવ્યું હતું.

જે બાદ ભરત બોરીચાની ધરપકડ કરી પૂછપરછ કરતા તેની સાથે સંડોવાયેલા આરોપી તેજસ ઉર્ફે ગોપાલ જસાણી, વિમલ થડેશ્વર, ગુરપ્રિતસીંગ કારવાણી અને મયુર થડેશ્વર સહિત 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે પાંચેયના ચાર દિવસના ગઈકાલે રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field