(GNS),01
રાજકોટમાં ગુજરાત ATSનું સફળ ઓપરેશન પાર પડ્યુ છે. રાજકોટમાંથી આતંકી સંગઠન અલકાયદા સાથે સાંઠગાંઠ ધરાવતા 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. અમન મલિક, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ નામના શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરાઈ છે. તો અન્ય 8થી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય લોકો પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે.મળતી માહિતી પ્રમાણે ઝડપાયેલા ત્રણેય ઈસમો પાસેથી અલ કાયદાની પત્રિકાઓ પણ મળી આવી છે. આ ત્રણેય લોકો ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર-પ્રસાર કરવાનું કામ કરતા હતા. રાજકોટમાં આતંકી સંગઠન અલકાયદા સાથે સાંઠગાંઠ ધરાવતા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય લોકો રાજકોટના સોની બજારમાં કોઇ સોની વેપારીના ત્યાં કામ કરતા હોવાનું સામે આવ્યુ છે. રાજકોટના સોની બજારમાં હજારોની સંખ્યામાં બંગાળી કારીગરો કામ કરતા હોય છે. રાજકોટમાં લગભગ 50થી 60 હજાર જેટલા બંગાળી કારીગરો કામ કરે છે. ત્યારે ઝડપાયેલા આ ત્રણેય લોકો પણ બંગાળી કારીગર તરીકે આવ્યા હોવાનું સામે આવ્યુ છે. આ ત્રણેય કારીગરો છેલ્લા 6 મહિનાથી રાજકોટના સોની બજારમાં કામ કરતા હતા. મળતી માહિતી પ્રમાણે ઝડપાયેલા ત્રણેય લોકો ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. અલકાયદાનું નેટવર્ક ધરાવતા આ શખ્સોની રોજે રોજ મુલાકાત થતી હતી. સાથે જ તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય મુસ્લિમ કર્મચારીને સંગઠનમાં જોડાવા માટે પ્રેરિત કરતા હતા. ATSની તપાસમાં આ અંગેની ત્રણેય આરોપીની વોટ્સએપ ચેટ અને કોલ ડિટેઇલ મળી આવી છે. ગઇકાલે રાત્રે ગુજરાત ATS દ્વારા આ ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે પછી ATSની 6 જેટલી ટીમે ઓપરેશન પાર પાડ્યુ. આ બંગાળી કામ કરી રહ્યા હતા તે સમયે જ તેમને પકડી લેવામાં આવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.