(જી.એન.એસ), તા.૮
રાજકોટ: રાજકોટનાં કોઠારિયા રોડ પરના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ રાજકોટ શહેરને એઇમ્સ હોસ્પિટલ મળવાના સંકેતો આપ્યા હતા. જેમાં કોઠારિયા રોડ પર રૂ.154 કરોડનાં ખાતમૂહુર્તઅને લોકાર્પણના કાર્યક્રમમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજકોટનો વિકાસ કરીને કાયાપલટ કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટને એસ. ટી બસ સ્ટેન્ડ અને નવું એરપોર્ટ મળી રહ્યું છે. સાથે સાથે રેલ્વે સ્ટેશનની પણ કાયા પલટ કરવામાં આવશે એટલું જ નહીં રાજકોટ શહેરને એઇમ્સ હોસ્પિટલ ફાળવવામાં આવશે તેવા ઉજળા સંજોગો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
આ ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યાત્રાળુઓ માટે મહત્વની જાહેરાત કરી હતી. જેમાં રાજકોટના કોઠારિયા ગામ ખાતે સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટનાં લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, 60 વર્ષની ઉમરનાં સિનિયર સિટીઝનો જાત્રાએ જતા હોય છે ત્યારે જાત્રાએ જતા યાત્રાળુઓને ગુજરાત સરકાર 50 ટકા રાહત દરે એસ.ટી બસ ભાડે આપશે. જેથી ગુજરાતના યાત્રાધામો પર વધુમાં વધું લોકો જાત્રાઓ કરી શકે અને યાત્રાધામોનો વિકાસ થાય.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.