Home ગુજરાત રાજકોટના તરઘડીયામાં ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ

રાજકોટના તરઘડીયામાં ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ

36
0

રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારમાં મીઠાઈ બનાવવામાં ઘીની બનાવટમાં મોટાપાયે ભેળસેળ કરી માનવ જીવનના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ફરીયાદો ઉઠી હતી. આથી કુવાડવા રોડ પર તરઘડીયા ગામ પાસે ઈન્ડસ્ટ્રીયલ એરીયાના કારખાનામાં ડુપ્લિકેટ ઘી બનાવતા હોવાની માહિતીના આધારે ડીસીપી ઝોન 1ની લોકલ એલસીબી ટીમે દરોડો પાડતા રૂ.13.18 લાખની કિંમતનો ઘીનો જથ્થો મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના તરઘડીયા પાસે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કૃષ્ણા ફેટ એન્ડ પ્રોટીન નામના કારખાનામાં ડીસીપી ઝોન 1ની એલસીબી ટીમે દરોડો પાડી રૂ.13.18 લાખની કિંમતના નાના-મોટા 1741 ડબ્બા ઘીનો જથ્થો કબ્જે કરી પોલીસે કારખાનેદાર મુકેશ શીવલાલભાઈ નથવાણીની પૂછપરછ હાથ ધરી છે. આ સાથે પોલીસે કબજે કરેલો ઘીનો જથ્થો પરીક્ષણ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં રિપોર્ટ નેગેટિવ આવ્યે વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે. કારખાનામાં અગાઉ ડિસેમ્બર મહિનામાં પણ પોલીસે દરોડો પાડી ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને એ સમયે રિપોર્ટ બાદ વેપારી મુકેશ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

બાદમાં તેણે તહેવાર નિમિતે ફરી ઘી બનાવવાનું શરૂ કર્યુ હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવતા પોલીસે દરોડો પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન મોદીએ મોઢેરા સૂર્ય મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો ખૂલ્લો મૂક્યો
Next articleબાળકો ઉપાડવાની ગેંગ સક્રિય થવાની ખોટી પોસ્ટ કરનાર સામે સોલા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી