Home ગુજરાત રાજકોટના ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં કોર્ટે 25 વર્ષ બાદ તમામ આરોપીઓને નિર્દોષ...

રાજકોટના ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં કોર્ટે 25 વર્ષ બાદ તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા

8
0

(જી.એન.એસ) તા.૧

રાજકોટ,

રાજકોટના 25 વર્ષ પહેલા ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં કોર્ટ દ્વારા વર્તમાનમા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યા છે. રાજકોટમાં 25 વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં આજે કોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છૂટકારો આપવામાં આવ્યો છે. 47 જેટલા આરોપીઓને આ ચુકાદાથી રાહત મળી છે. વર્ષ 2000માં પરેશ શાહ અને ભાસ્કર પારેખનું અપહરણ કરવામાં આવ્યું હતું અને 20 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પીડિત પરિવાર 3 કરોડ રૂપિયા આપવા માટે સંમત થયો હતો. આ કેસમાં પોલીસે તપાસ કરી અને આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે આ યુવાનોને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી બચાવી લીધા હતા. જો કે, આ કેસમાં મોટાભાગના સાક્ષીઓ ગાયબ થઈ ગયા હતા અને કેટલાક સાક્ષીઓએ પોતાની જુબાની બદલી નાખી હતી. આ કારણે આ કેસમાં પુરાવા મળવામાં મુશ્કેલી પડી હતી. આ કેસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે આ અપહરણ પાછળ લશ્કરે તોયબા અને જૈશ એ મહંમદ જેવા આતંકવાદી સંગઠનોનો હાથ હોઈ શકે છે. જો કે, આ બાબત અંગે કોઈ ચોક્કસ પુરાવા મળ્યા ન હતા. આ કેસમાં 25 વર્ષ બાદ આવેલો આ ચુકાદો ચોક્કસપણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છૂટકારો મળ્યો છે, જેના કારણે લોકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field