કાંકરેજના થરા રાજઘરાના પરિવારના 90 વર્ષીય મોટા માતાનું જમીનના વિવાદમાં તેમના પિયરપક્ષ રાજકોટના ગઢકાના ચાર વ્યક્તિએ થરામાંથી અપહરણ કરી અજાણ્યા સ્થળે છુપાવી દેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે બીજી પત્નીના પુત્રએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન રાજકોટ પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ કમિશનરના આદેશથી યુનિવર્સિટી પોલીસે એક અપહરણકારની ઘેર દરોડો પાડી ઇનોવા કાર જપ્ત કરી હતી.
જોકે આરોપી મળી આવ્યો ન હતો. અપહૃત મોટા માતાને ગઢકા છુપાવાયા હોવાની શંકાના આધારે પોલીસની એક ટીમ ગઢકા દોડી ગઇ હતી.કાંકરેજના થરા ખાતે રહેતા રાજઘરાનાના રસિકકુંવરબા (ઉ.વ.90)ના પિયર રાજકોટના ગઢકા ગામે તેમના પિતા લગધીરસિંહના વારસાની 42 એકર જમીન આવેલી છે. આ જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન રસિકકુંવરબા 7 ઓક્ટોબરે થરા તેમના નિવાસ સ્થાને પરિવાર સાથે હતા.
ત્યારે ઇનોવા નં. જીજે. 03. 4032માં આવેલા ગઢકાના ગાયત્રીદેવી ગજેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ આત્મીય કોલેજના પ્રોફેસર રવિરાજસિંહ પરમાર, રાજકોટના હરિરાજસિંહ સોઢા અને લોધિકા તાલુકાના પારડીના રાજભા પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રસિકકુંવરબાનું અપહરણ કર્યું હતું. અને અજ્ઞાત સ્થળે છુપાવી દીધા હતા. આ અંગે બીજી પત્નીના પુત્ર ભગીરથસિંહ મંગળસિંહ વાઘેલાએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ચારેય વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
થરા દરબારગઢના મંગળસિંહ વાઘેલાના પ્રથમ લગ્ન ગઢકાના લગધીરસિંહ જાડેજાની દીકરી રસિકકુંવરબા સાથે થયા હતા. જોકે, તેમને સંતાન ન થતાં બીજા લગ્ન કાંકરેજના કસરા ગામે સુરેન્દ્રસિંહ ફતેસિંહ ગોહિલના ઘરે કર્યા હતા. બીજી પત્ની થકી તેમને પાંચ સંતાન છે. જે પૈકી ભગીરથસિંહ વાઘેલાએ મોટા માતાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
મોટા માતાનું અપહરણ થયું હોવાની જાણ થતાં ભગીરથસિંહ વાઘેલા અને તેમના ભાઇ વીરભદ્રસિંહ રાજકોટમાં ગાયત્રીદેવી ગજેન્દ્રસિંહ જાડેજાના ઘરે ગયા હતા. જોકે, ત્યાં કોઇ હાજર ન હતું. અને ઘરે તાળાં હતા. ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.