Home ગુજરાત રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં સૌરાષ્ટ્રનો 8 વિકેટે પરાજય, રેસ્ટ ઓફ ઇન્ડિયાએ 2 વિકેટ...

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં સૌરાષ્ટ્રનો 8 વિકેટે પરાજય, રેસ્ટ ઓફ ઇન્ડિયાએ 2 વિકેટ ગુમાવી મેચ કબ્જે કરી

46
0

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ઉપર રમાયેલી ઈરાની કપની સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચેની મેચમાં સૌરાષ્ટ્રનો આઠ વિકેટે પરાજય થયો હતો. બીજી ઈનિંગમાં સૌરાષ્ટ્રે લડત જરૂર આપી પરંતુ વધુ રનની લીડ ન મેળવી શકતાં રેસ્ટ ઓફ ઇન્ડિયાએ આસાનાથી લક્ષ્યાંક હાંસલ કરીને જીત મેળવી લીધી હતી. બીજી ઇનિંગમાં સૌરાષ્ટ્ર વતી શેલ્ડન જેક્શન, અર્પિત વસાવડા, પ્રેરક માંકડ અને કેપ્ટન જયદેવ ઉનડકટે શાનદાર બેટિંગ કરી હતી. પરંતુ ચેતેશ્વર પુજારા બન્ને ઈનિંગમાં ફેલ જતાં સૌરાષ્ટ્રને મોટો ઝટકો લાગ્યો હતો. 

આ મેચમાં સૌરાષ્ટ્રે પહેલાં બેટિંગ કરતાં 24.5 ઓવરમાં માત્ર 98 રન જ બનાવ્યા હતા. જેના જવાબમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાએ હનુમા વિહારીના 82 રન, સરફરાઝ ખાનના 138 રન અને સૌરભ કુમારના 55 રનની મદદથી પ્રથમ ઈનિંગમાં 374 રન બનાવ્યા હતા. આમ સૌરાષ્ટ્ર ઉપર 276 રનનું દેણું આવ્યું હતું જે ઉતારી બીજી ઈનિંગમાં સૌરાષ્ટ્રની ટીમે 10 વિકેટે 380 રન બનાવતાં રેસ્ટ ઓફ ઈન્ડિયાને જીતવા માટે 104 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જે તેણે માત્ર બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

બીજી ઈનિંગમાં સૌરાષ્ટ્ર વતી શેલ્ડન જેક્શને 71, પ્રેરક માંકડે 72, જયદેવ ઉનડકટે 89 અને અર્પિત વસાવડાએ 55 રન બનાવ્યા હતા. જ્યારે લક્ષ્યાંક હાંસલ કરવા ઉતરેલી રેસ્ટ ઓફ ઈન્ડિયાવતી બીજી ઈનિંગમાં અભિમન્યુ ઈશ્વર અણનમ 63, શ્રીકાર ભરત અણનમ 27 રનનું યોગદાન આપ્યું હતું.

ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા ચેમ્પિયન બનતાં ટીમના કેપ્ટન હનુમા વિહારીને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. મેન ઓફ ધ મેચ મુકેશકુમારને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહના હસ્તે ચેક આપવામાં આવ્યો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં સ્વિમર માના પટેલે 200 મીટરબેક સ્ટ્રોકમાં 7 વર્ષ પછી જૂનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવ્યો
Next articleમહેસાણા જિલ્લાની વડાપ્રધાનની મુલાકાતને પગલે મુખ્ય સચિવે કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું