(જી.એન.એસ),તા.૦૮
નવીદિલ્હી
બીગ બુલ તરીકે જાણીતા દેશના સૌથી મોટા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા દ્વારા સમર્થિત અકાસા એર વિશે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુરુવારે ઉડ્ડયન નિયમનકાર ડ્ઢય્ઝ્રછ એ કંપની માટે એરલાઇન લાઇસન્સ મેળવ્યું છે. ત્યારબાદ હવે એરલાઇન વિમાનોનું સંચાલન શરૂ કરી શકે છે. છાટ્ઠજટ્ઠ છૈિ આ વર્ષે જુલાઈથી કોમર્શિયલ પરિચાલન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને એક ‘ઊઁ’ કોડ આપવામાં આવ્યો છે, જેની જાણકારી તેમણે પોતે થોડાક દિવસો પહેલા આપી હતી. ત્યારબાદ કંપનીએ એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું, ‘ઊઁ, હવે પાર્ટી શરૂ થઈ ગઈ છે.’ તેની સાથે કંપનીએ કેપ્શન આપ્યું હતું… પોતાની એરલાઇન કોડ ‘ઊઁ’ જાહેર કરતાં ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે. એરલાઈને એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે આ લાઇસન્સ મેળવવું અમારા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે અમને અમારી ફ્લાઈટ્સનું પરિચાલન અને વ્યવસાયિક કામગીરી શરૂ કરવાની મંજૂરી આપે છે. નિવેદન અનુસાર, એરલાઈને બ્રાન્ડિંગ માટે સનરાઈઝ ઓરેન્જ અને પેશનેટ પર્પલ કલર પસંદ કર્યો છે, જે હૂંફ અને ઉર્જાને પ્રદર્શિત કરે છે. એરલાઈને ૨૧ જૂને ભારતમાં તેના પ્રથમ બોઈંગ ૭૩૭ મેક્સ એરક્રાફ્ટની ડિલિવરી લીધી હતી. તેની સાથે છાટ્ઠજટ્ઠ છૈિ એ જાહેરાત કરી કે એરલાઇન ૭૨ બોઇંગ ૭૩૭ સ્છઠ જેટનો ઓર્ડર આપી રહી છે. આ ઓર્ડર્સમાં બે વેરિઅન્ટ ૭૩૭-૮ અને ૭૩૭-૮-૨૦૦ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર એરલાઈન્સનો પહેલો રૂટ ડોમેસ્ટિક હશે. અકાસા એરે પોતાના ક્રૂ યુનિફોર્મનો ફર્સ્ટ લુક જાહેર કરતા જણાવ્યું છે કે તે પ્રથમ ભારતીય એરલાઇન છે, જેણે કસ્ટમ ટ્રાઉઝર અને જેકેટ્સ રજૂ કર્યા છે. અકાસા એરના ક્રૂ મેમ્બરો માટે બનાવેલા કપડાં ઇકો-ફ્રેન્ડલી છે. વાસ્તવમાં આ ડ્રેસ રિસાયકલ પોલિએસ્ટર ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.